News of Friday, 9th March 2018

સુપ્રસિધ્‍ધ મેગેઝીન ફોર્બ્‍સએ બહાર પાડેલ ૨૦૧૮ની સાલના અબજોપતિઓની યાદીમાં સ્‍થાન હાંસલ કરતા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ શ્રી રાકેશ ગંગવાલ, શ્રી રોમેશ વઢવાણી, શ્રી વિનોદ ખોસલા, સહિતનાઓનો સમાવેશઃ યુ.કે.સ્‍થિત શ્રી હિન્‍દુજા બ્રધર્સ ૧૯-૫ બિલીયન ડોલરની સંપતિ સાથે ૫૫મા સ્‍થાને

વોશીંગ્‍ટનઃ સુપ્રસિધ્‍ધ મેગેઝીન ફોર્બ્‍સએ ૬ માર્ચના રોજ બહાર પાડેલ વિશ્વના સૌથી વધુ શ્રીમંત અબજોપતિઓની યાદીમાં વતન છોડી અમેરિકામાં સ્‍થાયી થયેલા ભારતીયોએ પણ સ્‍થાન હાસલ કર્યુ છે.

૨૦૧૮ની સાલના વિશ્વના આ સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં સ્‍થાન મેળવનારા ઇન્‍ડિયન અમેરિકનોમાં એરલાઇન સાથે સંકળાયેલા શ્રી રાકેશ ગંગવાલએ ૩-૩ બિલીયન ડોલરની સંપતિ સાથે ૭૦૩ મું, સિમ્‍ફોની ટેકનોલોજી ગૃપના ૭૦ વર્ષીય શ્રી રોમેશ ટી.વઢવાણીએ ૩.૧ બિલીયન ડોલરની સંપતિ સાથે ૭૬૬મુ, ખોસલા વેન્‍ચરના શ્રી વિનોદ ખોસલાએ ૨.૩ બિલીયન ડોલર સાથે ૧૦૭૦ મું, શેરપાલો વેન્‍ચર્સના શ્રી કવિતાર્ક રામ શ્રીરામએ ૨-૧ બિલીયન ડોલર સાથે ૧૧૫૭મું, વિસ્‍તા ઇકવીટી પાર્ટનર્સતા શ્રી બ્રિઆન શેઠએ ૨ બિલીયન ડોલરની સંપતિ સાથે ૧૨૧૫મું, ઇનસિસ થેરાપેટિકસના ફાઉન્‍ડર તથા પૂર્વ ceo શ્રી જોહન કપૂરએ ૧.૮ બિલીયન ડોલર સાથે ૧૩૩૯ મું, વર્કડે બિઝનેસ સોફટવેરના શ્રી અનિલ ભુસરીએ ૧૪૭૭મું, વેફેરના શ્રી નિરજ શાહએ ૧.૬ બિલીયન ડોલરની સંપતિ શાથે ૧૪૭૭મું, એરિસ્‍ટા નેટવર્કના ceo સુશ્રી જયશ્રી ઉલ્લાલએ ૧.૩ બિલીયન ડોલર સાથે ૧૭૫૬મું, સિન્‍ટેલ ઇન્‍કના શ્રી ભરત દેસાઇએ ૧-૧ બિલીયન ડોલર સાથે ૧૯૯૯મું સ્‍થાન મેળવ્‍યું છે.

આ ઉપરાંત યુ.કે.સ્‍થિત શ્રી હિન્‍દુજા બ્રધર્સએ ૧૯.૫ બિલીયન ડોલરની સંપતિ સાથે ૫૫મું, મલેશિયા સ્‍થિત ૭૯ વર્ષીય શ્રી આનંદ ક્રિશ્નનએ ૭.૨ બિલીયન સાથે ૨૧૭મું સ્‍થાન મેળવ્‍યું છે.

કુલ ૨૨૦૮ અબજોપતિઓની યાદી ફોર્બ્‍સ મેગેઝીન દ્વારા બહાર પાડવવા આવી છે.

(9:49 pm IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST