News of Tuesday, 6th March 2018

દુબઇમાં રીઅલ એસ્‍ટેટ ક્ષેત્રે રોકાણમાં ભારતીયો અવ્‍વલ નંબરેઃ છેલ્લા પાંચ જ વર્ષમાં અધધ... ૨૨.૬ બિલીયન ડોલરની પ્રોપર્ટી ખરીદીઃ એપ્રિલ માસમાં દુબઇ લેન્‍ડ ડીપાર્ટમેન્‍ટ આયોજીત ફેસ્‍ટીવલમાં મોટા રોકાણકાર તરીકે ઊભરી આવવાની શકયતા

દુબઇઃ દુબઇમાં વસતા ભારતીયોએ છેલ્લા પાંચ જ વર્ષમાં રીઅલ માર્કેટ ક્ષેત્રમાં ૨૨.૬ બિલીયન ડોલર ઉપરાંતની પ્રોપર્ટીની ખરીદી કરી તેમાં જબ્‍બર રોકાણ નોંધાવ્‍યુ છે.

દુબઇ લેન્‍ડ ડીપાર્ટમેન્‍ટના ઉપક્રમે આગામી એપ્રિલ માસમાં યોજાનારા ફેસ્‍ટીવલ અનુસંધાને આ માહિતી આપવામાં આવી હતી. જે મુજબ દુબઇમાં વસતા ભારતીયો છે ૨૦૧૭ની સાલમાં ૧૫.૬ બિલીયન આરબ દિરહામ ૨૦૧૬માં ૧૨ બિલીયન દિરહામ તથા ૨૦૧૫ની સાલમાં ૨૦ બિલીયન દિરહામનું રોકાણ કર્યુ હતું.

દુબઇ લેન્‍ડ ડીપાર્ટમેન્‍ટના ડીરેકટર જનરલના જણાવ્‍યા મુજબ એપ્રિલ માસમાં યોજાનારા ફેસ્‍ટીવલમાં સ્‍થાનિક ભારતીયો મોટા રોકાણકાર તરીકે ઊભરી આવશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:54 pm IST)
  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST