Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સિરીયાના અસરગ્રસ્‍તોની વહારે બ્રિટનનું શીખ સંગઠન ખાલસા એડઃ જરૂરિયાત મંદ નાગરિકોને ભોજન તથા કપડા અને બાળકોને રમકડા આપી ખુશ કરતા શીખ સ્‍વયંસેવકો

લંડનઃ સિરીયાના અસરગ્રસ્‍તોને ભોજન, કપડા, તેમજ બાળકોને રમકડા પણ પૂરા પાડવાનું અભિયાન બ્રિટન સ્‍થિત સેવાકીય ક્ષેત્રે કાર્યરત સંસ્‍થા ખાલસા એડના શીખ વોલન્‍ટીઅર્સએ ઉપાડી લીધુ છે. છેલ્લા ઘણાં સમયથી આ સંસ્‍થાના સ્‍વયંસેવકો સંકટ સમયે સમગ્ર વિશ્વના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ચવાચીવાર પહોંચી જાય છે. નેપાળમાં ધરતીકંપ, કાશ્‍મીરમાં પુર વિગેરે બનાવો તાજેતરના વર્ષોના છે. ૧૯૯૯ની સાલમાં કોસવોમાં શરણાર્થીઓની દુર્દશા જોઇને આ સંસ્‍થાના ceo શ્રી રવિન્‍દર સિંહએ NGO શરૂ કરી હતી. જેના થકી સેવા કાર્ય ચાલુ છે.

(9:45 pm IST)