Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

‘રંગ રંગીલા ગુજ્જુભાઇ': મસ્‍કતના આંગણે ગુજરાતી સમાજના ઉપક્રમે યોજાયેલા મનોરંજન પ્રોગ્રામથી પ્રેક્ષકો ખુશખુશાલ

મસ્‍કતઃ મસ્‍કત ગુજરાતી સમાજ ઇન્‍ડિયન સોશ્‍યલ ક્‍લબ મસ્‍કત દ્વારા ખૂબ જ પ્રખ્‍યાતી પામેલું નાટક ‘રંગ રંગીલા ગુજ્જુભાઇ' અલફલાજ હોટલના ગ્રાન્‍ડ લી હોલમાં તા.૧૬-૨-૧૮ના આયોજન કરવામાં આવેલું. ૧૯૭૦થી ગુજરાતી નાટકો અને રંગભૂમિ સાથે જોડાયેલા શ્રી સિદ્ધાર્થ રાંદેરીયા આ નાટકના લેખક, દિગ્‍દર્શક અને મુખ્‍ય ભૂમિકામાં રહ્યા હતા. આ નાટકના ૧૦૦થી વધારે પણ વધુ શો અત્‍યાર સુધીમાં ભજવાઇ ગયેલ છે.

હકડેઠઠ ભરાયેલા હોલમાં દર્શકોને ખડખડાટ હસાવતા નાટકે બધાને જકડી રાખ્‍યા હતા. અને પેટમાં આંટી વળી જાય એવા હટ્ટહાસ્‍યો સાથે આખો હોલ સમગ્ર કાર્યક્રમ દરમ્‍યાન હસતો રહ્‍યહ્યો હતો. માર્ગી કુલકર્ણી અને તેજલ વ્‍યાસે શ્રી સિદ્ધાર્થ રાંદેરીયાનો ખૂબ જ સુંદર રીતે સાથ નિભાવ્‍યો હતો. આવા સુંદર અને સરસ કાર્યક્રમો આપવા બદલ મસ્‍કત ગુજરાતી સમાજ માટે તમામે તમામ દર્શકોએ પ્રસંશા કરી હતી.

તમામ કલાકારોનું સન્‍માન શ્રી અનિલ ખીમજી, શ્રી કિરણ આશર, શ્રી રાજેન્‍દ્ર વેદ, શ્રી અનિલ વાદેર અને ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી અરવિંદ ટોપરાણીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્‍નેહલ જાનીએ અતિથિઓ, કલાકારો અને દર્શકોને આવકાર્યા હતા. સમાજના મહામંત્રી અને સ્‍થાપક શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીએ સર્વે કમિટી મેમ્‍બર્સ, આયોજકો અને વોલન્‍ટિયર્સ ભાઇ-બહેનોનો ખરા હૃદયપૂર્વકથી આભાર માન્‍યો હતો અને જણાવ્‍યું હતું કે બધાના સંપ, સહકાર અને સમર્પણથી જ આવા કાર્યક્રમો શક્‍ય અને સફળ બને છે. સમગ્ર સ્‍પોન્‍સર્સનો શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીએ આભાર માન્‍યો હતો.

કાર્યક્રમના સ્‍પોન્‍સર્સ ખીમજી રામદાસ, મસ્‍કત ફાર્મસી, યુનિક કોન્‍ટ્રેકટિંગ, ઇન્‍તિસાર કોર્પોરેશન, અલ રવાહી ઇન્‍ટરનેશનલ, અલ અન્‍સારી, લખુસ, રમણીકલાલ બી. કોઠારી, મલબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડ, ન્‍યુ ઇન્‍ડિયા અશ્‍યોરન્‍સ, અલ મુધીસ, પીઝા હટ, ફલેમિંગો ટ્રાવેલ્‍સ અને શાહ નાગરદાસ મનજી રહ્યા હતા તેવું શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીની યાદી જણાવે છે.

(10:16 pm IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST