News of Tuesday, 6th March 2018

કેનેડામાં આવવા ઇચ્‍છતા પ્રવાસીઓને સહાયરૂપ થવા માટે કેનેડાની સરકારે વિશ્વભરના દેશોમાં વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરો શરૂ કરવાની કરેલી જાહેરાતઃ હાલમા ૯૫ જેટલા દેશોમાં ૧૩૭ જેટલા સેન્‍ટરો કાર્ય કરે છે પરંતુ આગામી બે વર્ષના સમયગાળા દરમ્‍યાન આ સેન્‍ટરોનું વિસ્‍તૃતિકરણ થતાં તેનો લાભ ૯૯ જેટલા દેશોને પ્રાપ્ત થશે અને ૧૪૯ જેટલા વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરો કામ કરતા થઇ જશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) કેનેડા આવતા પ્રવાસીઓને જરૂરી સહાયરૂપ થવા માટે કેનેડાની સરકારે એક જરૂરી કોન્‍ટ્રાકટ કરીને વિશ્વના દેશોમાં વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરો શરૂ કરવાનો નિર્ણય કરેલ છે અને તે આધારે ૨૦૦૦ના વર્ષથી આ સેન્‍ટરોની સંખ્‍યા હાલમાં ૧૩૭ જેટલી થવા જાય છે અને ૯૫ દેશોમાં તે કાર્યવંત છે જે કેનેડાની સરકાર માટે અતિ મહત્‍વની બીના છે આ અંગે વધુમાં જાણવા મળે છે તેમ આગામી વર્ષના નવેમ્‍બર માસ સુધીમાં વિશ્વના અન્‍ય દેશોમાં વધુ સેન્‍ટરો શરૂ કરવામાં આવનાર છે અને તે દેશોમાં જેનો સમાવેશ થાય છે તે યુરોપ આફ્રિકા, અને મધ્‍ય પૂર્વના દેશો મુખ્‍ય છે જેમાં આ નેટવર્કનો વિસ્‍તૃતિકરણ કરવાનો કેનેડાની સરકારનો મક્કમ પણે નિર્ણય હોવાનું જાણવા મળે છે.

વિશ્વના દેશોમાં વસવાટ કરતા રહીશો કે જેમાં ઇમીગ્રેશન રેફયુજી અને કેનેડીયન નાગરિકત્‍વનો સમાવેશ થાય છે અને તેઓ કેનેડા આવવાની ઇચ્‍છા રાખતા હોય તો તેવા લોકોને અત્રે આવવા માટે સરળતા થઇ પડે તે માટે કેનેડાની સરકારે ભીન્‍ન ભીન્‍ન દેશોમાં વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરો શરૂ કરેલ છે અને આવા લોકો આ સેન્‍ટરોનો લાભ લે છે

કેનેડાની સરકારે આ અંગે એક જાહેરાત દ્વારા પ્રજાને જરૂરી જાણ કરેલ છે કે વિશ્વના દેશોમાં કાર્યવંત વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરોનો સમગ્ર કોન્‍ટ્રાકટ વીએફ વર્લ્‍ડવાઇડ હોલ્‍ડીંગ્‍સ લીમીટેડને એનાયત કરવામાં આવેલ છે અને તેઓ અરજ કરનારાઓને સમગ્ર રીતે મદદ કરે છે પ્રતિ વર્ષે આ વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને  તેથી તમામ અરજદારોને તે સરળતા પૂર્વક સહાય રૂપ થઇ પડેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ આગામી બે વર્ષના સમયગાળા દરમ્‍યાન કેનેડાની સરકાર આ નેટવર્કનું વિસ્‍તૃતિકરણ કરવા માંગે છે. અને તેનો લાભ વિશ્વના અન્‍ય દેશોમાં વસવાટ કરતા લોકોને પણ થશે. અને તેથી વિશ્વના ૯૯ દેશોમાં ૧૪૯ જેટલા વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરો કાર્યકરતા થઇ જશે અને તેમના કર્મચારીઓ નક્કી કરેલી શરતો મુજબની સર્વીસીઓ અરજદારોને પુરી પાડશે.

કેનેડાની સરકારે એવી પણ જાહેરાત કરેલ છે કે આગામી બે વર્ષના સમયગાળા દરમ્‍યાન વીઝા એપ્‍લીકેશન સેન્‍ટરના વિસ્‍તૃતિકરણનું કાર્ય પૂર્ણ થતા કોઇ પણ વ્‍યક્‍તિ આ નેટવર્કના પોતાની મેળે ઉપયોગ કરી  શકશે અને તેથી તમામ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાશે. એશીયાના તમામ દેશોમાં આવા સેન્‍ટરો ચાલુ વર્ષના નવેમ્‍બર માસની રજી તારીખથી કાર્ય કરતા થઇ જશે અને ત્‍યારે બાદ એક વર્ષમાં વિશ્વના અન્‍ય દેશોમાં પણ કાર્યવંત બનશે એવું કેનેડાની સરકારે બહાર પાડેલ છે.

(10:15 pm IST)
  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST