Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમેરિકાની સંસદમાં ભારતનો ડંકો :ભારતીય મૂળના ચાર સાંસદોને મળી મોટી અને મહત્વની જવાબદારી


 વોશિંગટન :ભારતીય મૂળના ચાર કોંગ્રેસમેન પ્રમિલા જયપાલ, અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્નાને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ત્રણ મહત્વની સમિતિઓના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે યુએસ રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા પ્રભાવને દર્શાવે છે. મહિલા સાંસદ પ્રમિલા જયપાલ (57)ને યુએસ સંસદના નીચલા ગૃહની ઈમિગ્રેશન પરની શક્તિશાળી સબકમિટીની 'રેન્કિંગ મેમ્બર' તરીકે નામ આપવામાં આવ્યું છે.

સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને ચીન પર નવી રચાયેલી સમિતિના 'રેન્કિંગ સભ્ય' બનાવવામાં આવ્યા છે જે અમેરિકા અને વિશ્વ માટે જોખમી બની શકે તેવા ચીનના પગલાંના વિવિધ પાસાઓ પર ધ્યાન આપશે. ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન ડૉ. એમી બેરાને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિ ઓન ઇન્ટેલિજન્સ, જે ગુપ્તચર બાબતો સાથે કામ કરતી એક શક્તિશાળી સંસદીય સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 

આ સમિતિ દેશના ગુપ્તચર કાર્યક્રમોની દેખરેખ રાખે છે, જેમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA), નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (DNI), નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) તેમજ સૈન્યના નિયામકનું કાર્યાલય સામેલ છે.સંસદ સભ્ય રો ખન્નાને ચીન પર નવી રચાયેલી સમિતિના સભ્ય પણ બનાવવામાં આવ્યા છે. તે 118મી કોંગ્રેસમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થી દ્વારા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાની આર્થિક, તકનીકી અને સુરક્ષા સંબંધિત સ્પર્ધાનો સામનો કરવા, તેની તપાસ કરવા અને નીતિ વિકસાવવાના હેતુથી બનાવવામાં આવી હતીતેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)