Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

યુ.એસ.ના ન્‍યુ હેમ્‍પશાયર હાઉસમાં ‘‘એન્‍ટી હેટ ક્રાઇમ રીઝોલ્‍યુશન'' પસારઃ સ્‍ટેટમાં તથા સમગ્ર દેશમાં લઘુમતિ કોમો ઉપર આચરાતા હેટ ક્રાઇમ અટકાવવા ઇન્‍ડિયન અમેરિકન રીપ્રેઝન્‍ટેટીવ સુશ્રી લાથા મંગીયુડીના પ્રયાસને સફળતા

ન્‍યુ હેમ્‍પશાયરઃ યુ.એસ.ના ન્‍યુ હેમ્‍પશાયર હાઉસએ ૧૫ ફેબ્રુ.૨૦૧૮ના રોજ ‘‘એન્‍ટી હેટ ક્રાઇમ્‍સ રીઝોલ્‍યુશન'' ૨૩૪ વિરૂધ્‍ધ ૬૯ મતોથી પસાર કરી દીધું છે.

આ તકે નાસ્‍સાઉ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટાઇ આવેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા રીપ્રેઝન્‍ટેટીવ સુશ્રી લાથા મંગીયુડીએ સ્‍ટેટમાં તથા દેશમાં જોવા મળતા વંશીય ભેદભાવ તથા લઘુમતિ કોમ્‍યુનીટી ઉપર આચરાતા હેટ ક્રાઇમને અટકાવવા માટે રજુઆત કરી હતી. તથા અગાઉ બનેલા આવાહેટ ક્રાઇમનો ઉલ્લેખ કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છ.

(9:13 pm IST)