Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કેલિફોર્નિયાના 18 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી મારો વિજય નિશ્ચિત છે : 26 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ ડીબેટમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર રિશી કુમારનો આત્મવિશ્વાસ

કેલિફોર્નિયા : યુ.એસ.માં 3 નવેમ્બરના રોજ જનરલ ચૂંટણી છે.જેમાં કેલિફોર્નિયાના 18 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ રિશી કુમારે ઉમેદવારી નોંધાવી છે.
ચૂંટણી અગાઉ 26  સપ્ટેમ્બરના રોજ  યોજાયેલી વર્ચ્યુઅલ ડીબેટમાં રિશી કુમારે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં મારો વિજય નિશ્ચિત છે.તેમણે ઉમેર્યું હતું કે અગાઉ ચૂંટાઈ આવેલા ઉમેદવાર મતદારોને ભૂલી જાય છે તથા પોતે આપેલા વચનો પુરા કરતા નથી.આ બાબતે તેમનો ઈશારો ગઈ ટર્મમાં ચૂંટાઈ આવેલા ડેમોક્રેટ ઉમેદવાર પ્રત્યે હતો.
કુમારે ઉમેર્યું હતું કે સિલિકોન વેલીમાં વ્યાજબી ભાવે મકાનો મળી શકતા નથી.પરિણામે લોકો હિજરત કરી રહ્યા છે.ડેમોક્રેટ કોંગ્રેસવુમને આ બાબત પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

(7:09 pm IST)