Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

અમેરિકામાં ગુજરાતની બધી મેડિકલ કોલેજના ડોક્ટરસની ૪ દિવસ એટલાન્ટીક સીટી, ન્યુજર્સીમાં ગુજરાતી ડોક્ટર્સ કન્વેન્શન શરૂ

અનેક નવા-નવા સંશોધનો તેમજ હોલીસ્ટિક હિલીંગ માટે પણ લેકચર અપાશે : યોગા, પ્રાણાયામ અને મેડીટેશન વગેરે વિષે પ્રેક્ટીકલી શીખવાશે :ફેશન શો, સંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવશે

ગુજરાતી ડોક્ટર્સ કન્વેન્શન અમેરિકામાં એટલાન્ટીક સીટી, ન્યુજર્સીમાં આજથી શરૂ થનાર છે

ગુજરાતની બધી મેડિકલ કોલેજના ડોક્ટરસની આજથી ૪ દિવસ માટે અમેરિકામાં એટલાન્ટીક સીટી, ન્યુજર્સીમાં ગુજરાતી ડોક્ટર્સ કન્વેન્શન શરૂ થનાર છે. આ કન્વેન્શનમાં – અનેક નવા-નવા સંશોધનો  તેમજ હોલીસ્ટિક હિલીંગ માટે પણ લેકચર આપવાના છે. યોગા, પ્રાણાયામ અને મેડીટેશન વગેરે વિષે પ્રેક્ટીકલી શીખવવામાં આવશે. ફેશન શો, સંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવશે.
આ કન્વેન્શન માટે ૧૨૫૦ થી પણ વધારે ડોકટરોનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે, નવા રજીસ્ટ્રેશન માટે જગ્યા નથી એટલો સારો પ્રતિભાવ મળ્યો છે.
આ કાર્યક્રમ માટે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ અને આરોગ્ય સેક્રેટરી મનોજ અગ્રવાલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ  વ્યસ્ત હોવાના કારણે હાજર રહી શકે તેમ નથી તેથી તેમણે આ કાર્યક્રમની સફળતા માટે  અમને બધાને સંદેશો આપેલ છે.
ગુજરાતી ડોક્ટરોએ અમેરિકામાં માત્ર ગુજરાતનું જ નહી પરંતુ ભારતનું નામ રોશન કરેલ તે માટે અભિનંદન આપ્યા હતા.
આ કન્વેન્શનને સફળ બનાવવા માટે ઓર્ગેનાઈઝીંગ કમિટીના ડો. અજિત કોઠારી, ડો. ગુંજન શુક્લ અને તેમની ટીમે ખુબ જ જહેમત ઉઠાવેલ છે.

 

(12:34 am IST)