Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

H-1B વીઝા નિયમો કડક બનાવવાનો હેતુ ફ્રોડ થતા અટકાવવાનોઃ અમેરિકન તથા ઇમીગ્રન્‍ટસ કર્મચારીઓને મળતા વેતનની રક્ષા કરવાનોઃ ટ્રમ્‍પ વહીવટી તંત્રની સ્‍પષ્‍ટતા

વોશીંગ્‍ટનઃ અમેરિકાની ટ્રમ્‍પ સરકારે H-1B વીઝા નિયમો કડક બનાવ્‍યાના પડેલા પડઘાના અનુસંધાને વહીવટી તંત્રને સ્‍પષ્‍ટતા કરવાની ફરજ પડી છે. જે અંતર્ગત જણાવાયા મુજબ H-1B વીઝા પોલીસીમાં ફેરફાર કરવાનો હેતુ અમેરિકન તથા ઇમીગ્રન્‍ટસની કામગીરી તથા તેઓને મળતા વેતનની રક્ષા કરવાનો અને ફ્રોડ થતા અટકાવવાનો છે. તેવું યુ.એસ.સિટીઝનશીપ એન્‍ડ ઇમીગ્રેશન સર્વીસ (USCIS)એ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

(9:37 pm IST)