Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ સેન્‍ટ્રલ ફલોરિડાના બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝમાં ગુજરાતી અમેરિકન શ્રી ડેની ગાયકવાડની નિમણુંકઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ગ્રેજ્‍યુએટએ ફલોરિડામાં વતનનું નામ રોશન કર્યુ

ફલોરિડાઃ યુ.એસ.માં ઓકાલા ફલોરિડા ખઆતે સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍ટરપ્રિનીયર શ્રી ડેની ગાયકવાડની નિમણુંક યુનિવર્સિટી ઓફ સેન્‍ટ્રલ ફલોરિડા બોર્ડ ઓફ ટ્રસ્‍ટીસમાં થઇ છે.

ફલોરિડા ગવર્નરે જુદા જુદા હોદાઓ ઉપર કરેલી નિમણુંકોમાં શ્રી ડેનીને ઉપરોક્‍ત હોદા ઉપર નિમ્‍યા હતા. તેઓ NDA USA ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના ફાઉન્‍ડર તથા ચિફ એકઝીકયુટીવ છે.ઉપરાંત તેઓ બોર્ડ ઓફ, ડીરેકટર્સ ફોર એન્‍ટરપ્રાઇસ ફલોરિડા તથા ‘વીઝીટ ફલોરિડા' એકઝીકયુટીવ બોર્ડના મેમ્‍બર છે. તેમજ કોમ્‍યુનીટી લીડર છે.

તેઓ વડોદરાના વતની છે. તથા તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં પોલિટીકલ સાયન્‍સ સાથે ગ્રેજ્‍યુએટની ડીગ્રી મેળવેલી છે. ૧૯૮૭ની સાલથી તેઓ  અમેરિકામાં સ્‍થાયી થયા છે.

ફલોરિડા સેનેટ દ્વારા બહાલી મળ્‍યે ગવર્નરે કરેલી તેમની નિમણુંક મુજબ તેઓ ૬ જાન્‍યુ. ૨૦૧૩ સુધી નવનિયુક્‍ત હોદા ઉપર સેવાઓ આપશે.

(11:15 pm IST)