Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

યુ.એસ.ના ટેક્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન દંપતીની દિલાવરી : ડો.રાજીન્દરપાલ સિંઘ ભલ્લા તથા શ્રીમતી કંવલ ભલ્લાએ જુદા જુદા 30 ઓર્ગેનાઈઝેશન્સ વચ્ચે 1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું

ટેક્સાસ : યુ.એસ.માં સ્થાયી થયેલા ઇન્ડિયન અમરિકન દંપતી ડો.રાજીન્દરપાલ સિંઘ ભલ્લા તથા શ્રીમતી કંવલ ભલ્લાએ જુદા જુદા ઓર્ગેનાઈઝેશન્સને 1 મિલિયન ડોલરનું ડોનેશન આપી ભારતીય સંસ્કૃતિ દીપાવી છે.

તેમણે આપેલા ડોનેશનમાં સમાવિષ્ટ ઓર્ગેનાઈઝેશન્સમાં હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલ ફાઉન્ડેશન ,ઇન્ડિયા ક્લચર સેન્ટર ,મોર્ટન હોલ પ્રિઝર્વેશન સોસાયટી ,સુગરલેન્ડ લિગસી ફાઉન્ડેશન ,કેન્નેટ્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન ,સાઉથ વેસ્ટ હ્યુસ્ટનમાં આવેલા ગુરુદ્વારા સાહેબ ,દાના ફાર્બર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ,હાર્ટ ફર પઝ ,હ્યુસ્ટન ફૂડ બેન્ક તથા અન્ય 24 ઓર્ગેનાઈઝેશન્સ મળી કુલ 30 સંસ્થાઓ વચ્ચે 1 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું છે.

(6:31 pm IST)