Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પોલીસ ઓફિસર ઉપર થુંકવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા દેવીના સિંઘની ધરપકડ : પ્રેસિડન્ટ પદની ચૂંટણીના બીજા દિવસે 4 નવેમ્બરના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના સમર્થકોએ હિંસક રૂપ ધારણ કર્યું : વિવેકભાન ભૂલ્યા

ન્યુયોર્ક :  પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન ના સમર્થન માટે 4 નવેમ્બરના રોજ ન્યુયોર્ક મુકામે ભેગા થયેલા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તથા પોલીસ ઉપર હુમલા ,આગજની સહિતના બનાવો બનવા લાગ્યા હતા.

 આ સમયે સુરક્ષા જાળવવા માટે કાર્યરત પોલીસ ઓફિસર ઉપર  50 જેટલા લોકોની વચ્ચે પેન્સિલવેનિયા સ્થિત  ઇન્ડિયન અમેરિકન મહિલા દેવીના સિંઘ થૂંકી હતી.તેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.તેના ઉપર કાયદાનો ભંગ કરવાનો કેસ કરાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)