Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પાકિસ્તાન સરકારે કરતારપુર ગુરુદ્વારા સાહેબનો વહીવટ ' શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી ' પાસેથી છીનવી લીધો : પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરી પ્રોપર્ટી બોર્ડને વહીવટ સોંપી દીધો : શીખોની ધાર્મિક ભાવના વિરુદ્ધના નિર્ણય સામે ભારતે વિરોધ નોંધાવ્યો

ન્યુદિલ્હી : પાકિસ્તાનમાં આવેલા શીખોના યાત્રાધામ કરતારપુર સાહેબ ગુરુદ્વારાનો વહીવટ સરકારે  ' શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી ' પાસેથી છીનવી લીધો છે.જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરી પ્રોપર્ટી બોર્ડને વહીવટ સોંપી દીધો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણય સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકારને જણાવ્યું છે કે ધાર્મિક લઘુમતી કોમની રક્ષા માટે તમારા દાવાઓ પોકળ નીવડી રહ્યા છે. કરતારપુર ગુરુદ્વારા સાહેબનો વહીવટ કરવાનો અધિકાર શીખોનો છે.તેમની પાસેથી આ અધિકાર છીનવી લેવો તે બાબત તેમની ધાર્મિક ભાવના ઉપર પ્રહાર સમાન છે.

ઉલ્લેખનીય છે કે જે પ્રોપર્ટી બોર્ડને આ વહીવટ સોંપી દેવાયો છે તેમાં એકપણ શીખ નથી.

(5:57 pm IST)