Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

યુ.એસ.ના ન્યુજર્સી સેનેટર તરીકેની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી રિક મહેતા પરાજિત : ડેમોક્રેટ ઉમેદવાર કોરી બ્રુકર સતત બીજી ટર્મમાં વિજેતા

ન્યુજર્સી : યુ.એસ.માં 3 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં ન્યુજર્સી સેનેટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી રિક મહેતાએ રિપબ્લિકન પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.જેમનો  ડેમોક્રેટ ઉમેદવાર કોરી બ્રુકર સામે પરાજય થયો છે.કોરી બુકર સતત બીજી ટર્મમાં વિજેતા થયા છે.

શ્રી મહેતા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થક છે. તથા કાયદાની ડિગ્રી ધરાવતા બિઝનેસ એક્ઝિક્યુટિવ અને ફાર્મસીમાં ડોકટરેટ છે.જયારે બુકર ન્યુજર્સી સ્ટેટના સૌથી મોટા શહેર નેવાર્કના પૂર્વ મેયર તરીકે જવાબદારી સાંભળી ચૂકેલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:48 pm IST)