Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સોનલ ગરબો... વિદેશની ધરતી ઉપર ગરબા ગુંજ્યા : નવરાત્રીની ઉજવણી

ઈસ્ટ આફ્રિકા - યુગાન્ડામાં લોહાણા સમાજ કંપાલા દ્વારા નવરાત્રી પર્વે દરરોજ આરતી - પ્રસાદ - ગરબા રમી પર્વને યાદગાર બનાવ્યો

રાજકોટ : કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે એકપણ તહેવારની ઉજવણી કરવામાં આવી નથી. નવરાત્રી તાજેતરમાં જ સંપન્ન થઈ. જેનું ખાસ કરીને સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ખૂબ મહત્વ હોય છે. આ વખતે ગરબીનું સ્થાપન કરી માતાજીની આરતી, ગરબા ગાઈને ઉજવણી કરવામાં આવી હતી. સંક્રમણ ન ફેલાય અને તકેદારીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડામાં લોહાણા સમાજ કંપાલા દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવેલ. જેમાં સંસ્થાના ૫૦થી વધુ સભ્યો - પરિવારજનો દ્વારા દરરોજ આરતી, પ્રસાદ સાથે ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરી હતી. લોહાણા સમાજના બોર્ડ ઓફ ટ્રસ્ટી પ્રમુખ ડો.સુધીર રૂપારેલીયાના મુખ્ય આર્થિક સહયોગથી આયોજીત આ નવરાત્રી મહોત્સવમાં લોહાણા મહિલા મંડળના સભ્યો અજયકુમાર (હાઈ કમિશ્નર ઓફ ઈન્ડિયા - યુગાન્ડા), માધવીબેન અને સંજયભાઈ ચંદારાણા તેમજ ડો.સુધીર રૂપારેલીયા તથા તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. (કર્ટસી : અમિત માણેક - મો.૯૮૯૮૩ ૦૦૨૫૨)

(3:35 pm IST)