Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભારતીય મૂળના ચાર ઉમેદવારોની ચુંટણીમાં જીત

ઉમેદવારોમાં એમી બેરા, પ્રમિલા જયાપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિનો સમાવેશ: ડો. એમી બેરાએ સતત પાંચમી વખત જીત નોંધાવી

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણમાં ભારતીય અમેરિકી મતદાતાઓની ભૂમિકા મહત્વની રહી હતી. આ વચ્ચે ભારતીય મૂળના ચાર ઉમેદવારોની ચુંટણીમાં જીત થઈ છે. ડેમોક્રેટ્સ તરફથી હાઉસ ઓફ રિપ્રેંઝેટેટિવના ઉમેદવાર ચાર ભારતીય મૂળના નેતાઓએ જીત નોંધાવી છે.

આ ઉમેદવારોમાં એમી બેરા, પ્રમિલા જયાપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિનો સમાવેશ થાય છે. આ ચુંટણીમાં ભારતીય-અમેરિકી મૂળના વોટર્સે મહત્વની ભૂમિકા ભજવી છે.

રાજા કૃષ્ણમૂર્તિએ પોતાના વિસ્તારમાં પ્રીસ્ટન નીલ્સનને હરાવ્યા છે. જ્યારે રો ખન્નાએ રિપબ્લિક પાર્ટીના જ ભારતીય મૂળના ઉમેદવાર રિતેશ ટંડનને હરાવ્યા છે. તેમની કૈલિફોર્નિયાથી આ સતત ત્રીજી જીત છે. જ્યારે સૌથી સીનિયર ડો. એમી બેરાએ સતત પાંચમી વખત જીત નોંધાવી છે.

(1:38 pm IST)