Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

યુ.એસ.ના ઓહિયોમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ શ્રી નીરજ અંતાણીના નામે : ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગેલને પરાજિત કર્યા

ઓહિયો : યુ.એસ.ના ઓહિયોમાં સૌપ્રથમ  ઇન્ડિયન અમેરિકન સેનેટર તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ શ્રી નીરજ અંતાણીના નામે નોંધાયો છે. તેમણે ડેમોક્રેટ ઉમેદવાર  માર્ક ફોગેલને પરાજિત કર્યા છે.
29 વર્ષીય રિપબ્લિકન ઉમેદવાર શ્રી નીરજ ઓહિયો સેનેટના છઠ્ઠા ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટાઈ આવ્યા છે.
તેઓ 2014 ની સાલમાં ઓહિયો હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.જે સૌથી નાની વયના રિપ્રેઝન્ટેટિવનો વિક્રમ હતો.હવે સેનેટર તરીકે સોગંદવિધિ  થયા બાદ ઓહિયોમાં સૌપ્રથમ  ઇન્ડિયન અમેરિકન સેનેટર તરીકેનો વિક્રમ તેમના નામે નોંધાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)