Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટિક કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી ટર્મમાં વિજેતા : કુલ મતોના 71 ટકા મળી ચુક્યા : ડો. એમી બેરા પાંચમી ટર્મ માટે તથા રો ખન્ના, તેમજ સુશ્રી પ્રમીલા જયપાલ સતત ત્રીજી ટર્મ માટે વિજયી બનવાની રેસમાં


વોશિંગટન : અમેરિકામાં ગઈકાલ 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી ચૂંટણીઓના પરિણામો આવવાનું શરૂ થઇ ગયું  છે.

જે  મુજબ ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ  કોંગ્રેસમેન શ્રી  રાજા કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી ટર્મમાં વિજેતા થયા  છે.તેમને કુલ મતોના 71 ટકા મળી ચુક્યા છે.

જયારે અન્ય ઇન્ડિયન અમેરિકન  ડેમોક્રેટ ઉમેદવારો ડો.એમી બેરા પાંચમી ટર્મ માટે ,તથા રો ખન્ના, તેમજ સુશ્રી  પ્રમીલા જયપાલ સતત  ત્રીજી ટર્મ માટે વિજયી બનવાની રેસમાં છે.

કેલિફોર્નિયા તથા વોશિંગટનમાં મતદાન ચાલુ છે.ડો.હિરલ ટિપરનેની એરિજોનામાંથી ચૂંટાઈ આવવા માટે ત્રીજી ટ્રાયલમાં છે.જયારે ટેક્સાસમાંથી શ્રી કુલકર્ણી પણ  રેસમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:08 pm IST)