Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

' અમે ટ્રમ્પની સાથે છીએ ' : અમેરિકાના હ્યુસ્ટનમાં ચૂંટણીના બે દિવસ અગાઉ રવિવારે વિશાળ કાર રેલીનું આયોજન કરાયું : માઈલો સુધી લાંબી કાર રેલી સાથે ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન ઘોષિત કર્યું : દેશભક્તિના નારા લગાવ્યા : ટ્રમ્પને વોટ આપવાનું આહવાહન કર્યું

હ્યુસ્ટન : અમેરિકાના હ્યુસ્ટનમાં વસતા ભારતીયોએ વિશાળ સંખ્યામાં કાર રેલી સાથે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા વર્તમાન વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું.તથા બીજી ટર્મમાં તેઓને ચૂંટી કાઢવા અનુરોધ કર્યો હતો.

આ કાર રેલી માઈલો સુધી લાંબી હતી.તથા સમગ્ર શહેરમાં ફરી હતી.જે દરમિયાન દેશભક્તિ સભર નારા લગાવાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે  હ્યુસ્ટન ટેક્સાસમાં  હાઉ ડી મોદી કાર્યક્રમ યોજાયેલો હોવાથી ટ્રમ્પને ભારતીયો શ્રી નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર ગણે છે.અહીંયા ડેમોક્રેટ અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવારો માટે કાટેકી ટક્કર છે.

(1:17 pm IST)