Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વિયના તથા ફ્રાન્સમાં આતંકવાદી હુમલા વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્રોશ : ઇસ્લામી આતંકવાદનો સામનો કરવા માટે યુરોપ , ઓસ્ટ્રેલિયા, તથા ફ્રાન્સ સાથે અમેરિકા ઉભું છે : આવા ક્રૂર હુમલાઓ સાંખી ન શકાય

વોશિંગટન : તાજેતરમાં ફ્રાન્સમાં થયેલા ઇસ્લામી આતંકવાદીઓના હુમલાનો અન્ય દેશોમાં પણ ચેપ ફેલાયો છે.જે મુજબ કેનેડા ,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આતંકવાદી હુમલાઓથી નિર્દોષ માણસો રહેંસાઇ રહ્યા છે.

વિયેનામાં થયેલા આતંકવાદી હુમલાએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોપાયમાન કરી દીધા છે.તેથી તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ઇસ્લામી આતંકવાદનો સામનો કરવા માટે  યુરોપ , ઓસ્ટ્રેલિયા, તથા ફ્રાન્સ  સાથે અમેરિકા ઉભું છે . આવા ક્રૂર હુમલાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું તેમણે ઉમેર્યું હતું.

(11:42 am IST)