Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં 26 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ કોન્સ્યુલર કેમ્પ યોજાયો : GOPIO તથા સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં વર્તમાન કોવિદ -19 ના સંજોગોમાં કોન્સ્યુલેટ ઓફિસ દ્વારા થઇ રહેલી કામગીરી વિષે જાણકારી અપાઈ : પ્રશ્નોના જવાબો અપાયા

કેલિફોર્નિયા  : યુ.એસ.ના કેલિફોર્નિયામાં  26 સપ્ટેમ્બરના  રોજ વર્ચ્યુઅલ કોન્સ્યુલર કેમ્પ યોજાઈ ગયો.ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન લોસ એન્જલ્સ ચેપટર ,તથા સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલના સંયુક્ત ઉપક્રમે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન એશોશિએશન ,રાજપૂત એશોશિએશન ઓફ અમેરિકા ,તથા ઇન્ડિયન અમેરિકન વોલન્ટિયર્સના સહકાર સાથે આયોજિત આ કેમ્પમાં  કોન્સ્યુલર જનરલ શ્રી ડો.ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ ,ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલ શ્રી રાજેશ નાઈક ,સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા.તથા વર્તમાન કોવિદ - 19 સંજોગો વચ્ચે કોન્સ્યુઅલ ઓફિસ દ્વારા 11 સ્ટેટમાં અપાઈ રહેલી સેવાઓ અંગે માહિતી આપી હતી.

કોન્સ્યુલેટ અધિકારીઓએ પુછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.જે અંતર્ગત વિઝા ,ઓસીઆઈ કાર્ડ્સ ,પાસપોર્ટ રીન્યુઅલ ,વંદે ભારત મિશન ,સહિતની બાબતો અંગે માહિતી આપી હતી.ડે કોન્સ્યુઅલ જનરલ  શ્રી નાઈકે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ અને ઓસીઆઈ કાર્ડ ધરાવતા લોકોએ ભારતની મુલાકાત લેવા માટે સ્પેશિઅલ  મંજૂરી લેવાની જરૂર નથી.તે સિવાયના લોકો માટે આ બાબત ફરજીયાત છે.તેમણે ઉમેર્યું હતું કે વિશેષ જાણકારીની જરૂર હોય તો તે માટે તેમને અથવા કોન્સ્યુલેટ અધિકારીઓને ઈમેલ કરવા અનુરોધ કર્યો હતો.કોન્ફરન્સ અંગે વિશેષ જાણકારી શ્રી કેવળ કાંડાના કોન્ટેક નં 562-897-6976 દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)