Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વતન કેરાલાની વહારે યુએઈ સ્થિત ડો.શમશીર વાયલીલ : 2018 ની સાલમાં પાણીના પૂરને કારણે ધ્વસ્ત થઇ ગયેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવનિર્માણ કર્યું : 10 કરોડ રૂપિયાના ખર્ચે 15 હજાર સ્કેવર ફૂટમાં તૈયાર કરાયેલા હેલ્થ સેન્ટરમાં વર્ષે 2 લાખ દર્દીઓને આરોગ્ય સેવાઓ મળશે

કેરળ : યુએઈમાં વીપીએસ હેલ્થકેરના મેનેજીંગ ડિરેક્ટર ડો.શમશીર વાયલીલ પોતાના વતન કેરાલાની વહારે આવ્યા છે.તેમણે કેરાલાના વાઝકડમાં આવેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવનિર્માણ કર્યું છે.જે 2018 ની સાલમાં આવેલા પાણીના પૂરને કારણે ધ્વસ્ત થઇ ગયું હતું.
ડો.શમશીર વાયલીલએ સમાચાર સૂત્રને આપેલી માહિતી મુજબ 15 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ આરોગ્ય કેન્દ્રમાં દર વર્ષે 2 લાખ દર્દીઓને આરોગ્ય સેવાઓ મળશે . તેમજ તેમાં જીમ , બાળકો માટેનો પ્લે એરિયા ,સહીત વિવિધ સુવિધાઓનું આયોજન કરાયું છે.

 ઉલ્લેખનીય છે કે ડો.શમશીર વાયલીલ સંચાલિત વીપીએસ હેલ્થકેર સંચાલિત 125 હેલ્થ સેન્ટર છે.તથા ઓપરેશન થિએટરની  સુવિધા સાથેની 24 હોસ્પિટલો છે. તેમજ દુબઈમાં દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે.તથા અબુ ધાબીમાં તેના રિટેલ ફાર્મસી સ્ટોર્સ છે.તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)