Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

અમેરિકાની ટ્રમ્‍પ સરકારે H-1B વીઝા નિયમો વધુ કડક બનાવ્‍યાઃ ભારતીય આઇ.ટી.કંપનીઓના થર્ડ પાર્ટી વર્કસાઇટ ઉપર કામ કરતા કર્મચારીઓના વીઝાની મુદત ઘટવાની શકયતા

અમેરિકાની ટ્રમ્‍પ સરકારે H-1B વીઝાના નિયમો વધુ કડક બનાવ્‍યા છે.જેની અસર ભારતીય કંપનીઓ ઉપર પડશે તેવું જણાય છે. ખાસ કરીને એક કરતાં વધુ કલાયન્‍ટસ માટે કામ કરતી ભારતની કંપનીઓ તથા તેના કર્મચારીઓ ઉપર આ નવા નિયમો અવળી અસર કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવી પોલીસીની અસર ભારતીય આઇ.ટી.કંપનીઓ કે જેઓ H-1B વીઝાનો લાભ લ્‍યે છે. તથા જેના કર્મચારીઓ થર્ડ પાર્ટી વર્કસાઇટ ઉપર કામ કરે છે. તેમના ઉપર વિશેષ જોવા મળશે. આ કંપનીઓ બેન્‍કીંગ, ટ્રાવેલ તથા કોમર્શીયલ સેવાઓ માટે ભારતના ઓનલાઇન આઇટી કારીગરો ઉપર નિર્ભર છે.

આ નવી પોલીસી હેઠળ યુ.એસ. સિટીઝનશીપ એન્‍ડ ઇમીગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા H-1B વીઝા એટલા સમય પૂરતા જ અપાશે કે જેટલો સમય કર્મચારીઓ પર્ડ પાર્ટી વર્કસાઇટ ઉપર નિયુક્‍ત કરવામાં આવ્‍યા હોય જે ૩ વર્ષ  કરતા ઓછા સમય માટે પણ હોઇ શકે છે.

અત્‍યાર સુધી H-1B વીઝા એક વખતમાં ૩ વર્ષ માટે અપાતા હતા જેનો સમયગાળો હવે ઉપરોક્‍ત પોલીસીના કારણે ઘટી પણ શકે છે.

નવી પોલીસીની અસર ભારતના શેર બજાર ઉપર પણ જોવા મળી રહી છે. જે મુજબ આવી આઇ.ટી.કંપનીઓના શેરોમાં વેચવાલીનો દોર ચાલુ થઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)