Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

શિકાગોમાં હરિભક્‍તો તથા સંચાલક મંડળના હોદેદારો શ્રી જલારામ મંદિરના દશાબ્‍દી વર્ષની રંગેચંગે ઉજવણી કરશેઃ માર્ચ માસની આઠમી તારીખથી અગીયારમી માર્ચ એમ ચાર દિવસો દરમ્‍યાન શ્રી જલારામ જીવન ચરિત્ર કથાનું રસપાન શાસ્‍ત્રીજી રમણીકભાઇ દવે પોતાની સુમધુર વાણીમાં કરાવશેઃ ચાર દિવસો દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં પહેલા દિવસે ભજન અને પોથી પૂજન બીજા અને ત્રીજા દિવસે જીવન ચરિત્ર કથા અને અંતિમ દિવસે પણ કથાને વિરામ અપાશે. આ અંગેના તમામ કાર્યક્રમો જલારામ મંદિરના ભવ્‍ય આરાધના હોલમાં યોજાશે અને તે અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહેલ છે

 (સુરેશ શાહ  દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક પヘમિના પરા વિસ્‍તાર હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં શ્રી જલારામ બાપાનુ એક ભવ્‍ય કલાત્‍મક મંદિર આવેલ છે અને તેને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મંદિરના સંચાલકો તેમજ હરિભક્‍તોના સહયોગ અને સહકારથી દશાબ્‍દી વર્ષની રંગેચંગે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તે પ્રસંગે આગામી માર્ચ માસના પહેલા અઠવાડીયામાં ચાર દિવસના સમયગાળા દરમ્‍યાન શ્રી જલારામ જીવન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવેલ છે અને શાસ્‍ત્રીજી રમણીકભાઇ દવે વ્‍યાસપીઠ પર બીરાજમાન થશે અને પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે.

ચાર દિવસ માટે યોજવામાં આવનાર શ્રી જલારામ જીવન ચરત્રિ કથાની માહિતી આપતા આ સંસ્‍થાના બોર્ડ ઓફ ટ્રસ્‍ટી ચેરમેન ચિરાયુ પરીખ તથા ટ્રસ્‍ટી બોર્ડના અગ્રણી સભ્‍ય યોગેશભાઇ ઠક્કરે અમારી એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે શિકાગો અને તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા શ્રી જલારામ બાપાના હરિભક્‍તો ઘણા લાંબા સમયથી શિકાગોમાં જલારામ બાપાનું એક ભવ્‍ય મંદિર થાય એવું ઇચ્‍છી રહ્યા હતા મોટા ભાગના બાપાના હરિભક્‍તો પોતાના ઘરોમાં જલારામ બાપાના ચિત્રે રાખતા હતા અને તેમના દર્શન કરીને ધન્‍યતા અનુભવતા હતા. અને ૨૦૦૬ના વર્ષમાં જલારામ મંદિર ઓર્ગેનીઝેશન નામની એક સંસ્‍થાની સ્‍થાપના કરવામાં આવી અને બે વર્ષના સમયગાળા દરમ્‍યાન હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં હાલમાં જયા મંદિર તૈયાર કરવામાં આવેલ છે તે સ્‍થળે એક ચર્ચ હતુ તે પ્રોપર્ટી સવા મીલીયન ડોલરમાં ખરીદ કરી અને હરિભક્‍તો તેમજ સંચાલક મંડળ તેમજ ભારતીય સમાજના રહીશોના સહયોગથી નવા મંદિરનું નિર્માણ થવા પામેલ છે.

આ અંગે તેમણે વધારામાં જણાવ્‍યુ હતું કે ૨૦૦૮ના માર્ચ માસની ૮મી તારીખે મંદિરની ઉદ્‌ઘાટન વિધિ કરવામાં આવી અને ત્‍યાર બાદ આજ દિન સુધી આ મંદિરમાં પ્રતિવર્ષે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજતા આવ્‍યા છે. સૌ પ્રથમ આ મંદિરમાં ૪૨ કારોને પાર્ક કરવાની સગવડતા હતી અને આજે ૧૨૦ જેટલી કારો સહેલાઇથી પાર્ક કરી શકાય છે આ મંદિરનું વિસ્‍તૃતિ કરણ સમય અનુસાર હાથ ધરવામાં આવેલ છે અને તેમાં ૨૦૧૬ના વર્ષ દરમ્‍યાન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્‍ઠાઓ કરવામાં આવેલ છે. અને તમામ મૂર્તિઓ જયપુરથી શિકાગોના મંદિરમાં લાવવામાં આવેલ છે ૨૦૧૬ના વર્ષ દરમ્‍યાન અમોએ સૌના સહકારથી ગુજરાતના સંત પૂજય રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનું પણ આયોજન કરેલ અને સૌ લોકોએ તેનો લાભ લીધો હતો ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન મંદિરના વિસ્‍તૃતિ કરણનું કાર્ય પૂર્ણ થયું હતું ડોમ અને શિબર તૈયાર કરવામાં આવ્‍યા હતા.

કથાની માહિતી આપતા તેમણે જણાવ્‍યુ હતુ કે માર્ચ માસની ૮મી તારીખથી ૧૧મી માર્ચ દરમ્‍યાન જલારામ મંદિરમાં કથાનું આયોજન કરવામાં આવશે અને તેમાં પહેલા દિવસે ભજન અને પોથી પૂજન તેમજ બીજા ત્રીજા તેમજ ચોથા દિવસે કથાનું આયોજન કરવામાં આવશે. અને તમામ દિવસો દરમ્‍યાન આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ  છે તો તમામ હરિભક્‍તોને આ જીવન ચરિત્ર કથાનો લાભ લેવા સંચાલક મંડળના સભ્‍યોએ ખાસ આગ્રહભરી વિનંતી કરેલ છે.

(11:08 pm IST)