Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

‘‘એશિઅન ઇન્‍ડિયન સિનીયર એશોશિએશન''ના ઉપક્રમે લોસ એન્‍જલસમાં ‘‘વેલેન્‍ટાઇન ડે'' ઉજવાયોઃ રાષ્‍ટ્રગીત, જુની ફિલ્‍મોના સદાબહાર ગીતો, જન્‍મદિન મુબારકબાદી, તથા પ્રીતિ ભોજન સાથે ઉજવણીમાં ૧૭૫ સિનીયરો જોડાયા

લોસ અએન્‍જલસઃ અમેરીકા-લોસ એન્જલસ ના પાયોનિયર બુલો. આર્ટિશિયા ખાતે ( AISA )''એશીયન ઈન્ડીયન સિનીયર એસોશીએશન'' એ ઉજવ્યો વેલેન્ટાઈન ડૅ..  કેલિફોર્નિયા ની સૌથી જુની સિનીયરો માટેની સંસ્થા '' આઈસા" દ્વારા વેલેન્ટાઈન ડૅ ખૂબજ ઉત્સાહ પુર્વક ઉજવાઈ ગયો... આ માટે  અત્રેની હિમાલયા રેસ્ટોરન્ટ ખાતે ખાસ   વિશાલ ઈલાહાબાદી એન્ડ પાર્ટી નો ગીત સંગીત ના જલશા નું આયોજન કરવામાં આવ્યુ હતું... આ સાથે પ્રિતી ભોજન નું સુંદર આયોજન રાખવામાં આવ્યુ હતું.

  લગભગ ૧૭૫ સિનીયર ભારતીય ભાઈ-બહેનો એ પરસ્પર વેલેન્ટાઈન ડે ની શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો...  પ્રારંભે સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રી જય શાહે પ્રસંગો  ઉચિત આવકાર આપ્યો હતો, માજી પ્રમુખ શ્રી નરેશ પટેલે આજના વિશેષ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. શ્રી રાજુ ઠાકર દ્વારા વ્યવસ્થાપકોનો વિશેષ પરીચય આપ્યો હતો  પ્રમુખશ્રી જીતુભાઈ પટેલે સૌ આમંત્રિતો ને વ્યક્તિગત મળીને અભિનંદન પાઠવ્યા હતા, આજે સભ્યશ્રી સિદ્ધાર્થ શાહ ના જન્મ દિવસ નિમિત્તે સીંગરશ્રી વિશાલ દ્વારા મુબારક સોંગ રજુ  કરી સૌને આનંદિત કરી જન્મદિન ની વધાઈ પાઠવી હતી... શરુઆત ચા-પાણી અને નાસ્તાની લહેજત માણી હતી, જલ્સાની શરૂઆત ભારતીય રાસ્ટ્રગીત '' જન ગણ મન '' થી કરી  હતી... ત્યાર બાદ સ્ટેજ નો દોર શ્રી વિશાલ,મીરા અને ઋષી ઠાકરે સંભાર્યો હતો.. અને જુની ફિલ્મોના સદાબહાર ગીતો ની રસલ્હાણ પીરસી ને આજના વેલેન્ટાઈન ડૅ ની ઉજવણીને
 ચાર ચાંદ લગાવી સભ્યોની દાદ મેળવી હતી... આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વશ્રી અરર્વિંદ પટેલ,અમરત પટેલ,સુભાષ ભટ્ટ,સવાઈલાલ મોદી એ ખુબજ જહેમત ઉઠાવેલ.. આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ આયોજકો ને અભિનંદન.. તેવું શ્રી હર્ષદ શાહના અહેવાલ તથા શ્રી કાન્‍તિભાઇ મિસ્‍ત્રીના ફોટો સૌજન્‍ય સાથે જાણવા મળે છે.

(11:07 pm IST)