Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમેરિકામાં ૨૦૧૮ની સાલના પ્રથમ ૪૫ દિવસમાં ૧૮ સ્‍કુલો ઉપર ગોળીબારઃ ‘‘એવરી ટાઉન ફોર ગન સેફટી'' સમર્થીત એડવોકસી ગૃપનો અહેવાલઃ ગન પોલીસીમાં ફેરફાર કરવાની માંગ

કોલકત્તાઃ યુ.એસ.માં ૨૦૧૮ની સાલના પ્રથમ ૪૫ દિવસમાં જ ૧૮ સ્‍કૂલો ઉપર ગોળીબારની ઘટના બની છે.તેવું ‘એવરી ટાઉન ફોર ગન સેફટી' સમર્થીત એડવોકસી ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં જણાવાયું છે. તથા ગન કન્‍ટ્રોલ પોલીસમાં ફેરફાર કરવા અનુરોધ કરાયો છે.

પોતાના સંતાનો ભણતા હોય તેવી સ્‍કૂલોમાં ગોળીબારની ઘટના બનવાથી વાલીઓમાં ફફડાટની લાગણી જોવા મળે છે. તેવી યુ.એસ.માં વસતા ભારતીયો નવી ગત કન્‍ટ્રોલ પોલીસ બનાવવા માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)