Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

અમેરિકામાં નકલી સિગારેટ બનાવી વેચવાના કેસમાં બે ભારતીયોને બે વર્ષની સજા

અભિષેક શુકલા,હરીશ પંચાલ અને ભારતની એક કંપની દોષિત : કંપનીને નાણાકીય દંડ રૂપે 3 લાખ ડોલર આપવાનો આદેશ

 

અમેરિકામા નકલી સિગરેટ બનાવી વેચવાના આરોપસર બે ભારતીયોને ફ્લોરિડાની એક સંધીય અદાલતે છેતરપિંડી આચરી હોવાના આરોપમાં 2 વર્ષની સજા ફટકારી છે અમેરિકાના ન્યાય વિભાગના નિવેદનમાં જણાવ્યું છે કે બે 2 ભારતીય અભિષેક શુક્લા, હરીશ પંચાલ અને ભારતની એક કંપની જુબલી ટોબેકો ઈન્ડસ્ટ્રીઝ કોર્પને દોષીત ઠેરવવામાં આવ્યા છે.

કંપનીને નાણાકીય દંડ રૂપે 3 લાખ ડોલર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે
  .અત્રે ઉલ્લેખનિય છે કે નકલી સિગરેટના આશરે 68,000 ડબ્બા(કાર્ટૂન્સ)ની આયાત કરવાનું કાવતરું રચવાનો આરોપ હતો. સિગરેટ પર અમેરિકાની લોકપ્રિય સિગરેટ બ્રાન્ડ ન્યૂપોર્ટનો લોગો હતો.

   મળતી માહિતી પ્રમાણે ઈન્ટરનેટ પર વાતચીત દ્વારા ન્યૂપોર્ટ બ્રાન્ડની નકલી સિગરેટના એક 20 ફૂટના કન્ટેનરને ભારતથી મિયામી મોકલવા અંગે સમજૂતિ કરવામાં આવી હતી. ખેપ માટે ચુકવણી ભારત તથા દુબઈની બેંક ખાતામાં આંતરરાષ્ટ્રીય માધ્યમોથી હપ્તામાં ચુકવણી કરવામાં આવી હતી. ખેપ એક નવેમ્બર 2016ના રોજ અમેરિકા પહોંચી અને તેણે મિયામી બંદરે અમેરિકી સીમા શુલ્ક તથા સીમા સુરક્ષા અધિકારીઓએ જપ્ત કરી લીધી. જેના પછી મામલે ખુલાસો થયો અને કેસ પણ ચાલ્યો.

(12:23 am IST)