News of Tuesday, 6th February 2018

‘‘ટાઇગર મેટર્સ '' : USAID તથા WCT ના સંયુકત ઉપક્રમે ૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ મુંબઇ મુકામે લોંચીંગ કરાયેલી ફિલ્‍મ : છેલ્લા ૩ વર્ષમાં મધ્‍ય ભારતમાં વાઘના સંરક્ષણ માટે હાથ ધરાયેલી જટિલ કામગીરીનું નિરૂપણ કરવાનો પ્રયાસ

મુંબઇ : ધ વાલ્‍ઇડ લાઇફ કન્‍ઝર્વેશન ટ્રસ્‍ટ (WCT) અને યુ.એસ.એજન્‍સી ફોર ઇન્‍ટરનેશનલ ડેવલપમેન્‍ટ (USAID)ના સંયુકત ઉપક્રમ. ૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ ‘‘ટાઇગર મેટર્સ'' ફિલ્‍મનું લોંચીંગ કરવામાં આવ્‍યું. જેમા ૩ વર્ષ દરમિયાન મધ્‍ય ભારતમાં વાઘના સંરક્ષણ માટે મુશ્‍કેલ તથા જટિલ એવી કામગીરીનું નિરૂપણ કરાયું છે.

મધ્‍યભારત એ ૬૦૦ જેટલા વાઘનું ઘર છે. જે વિસ્‍તાર ભારતમાં વાઘની વસતિનો ૩૦ ટકા જેટલો હિસ્‍સો ધરાવે છે. ઉપરાંત ભારતની ૩૦ ટકા જેટલી વસતિ પણ આ વિસ્‍તારમાં વસે છે. જેથી આ વસતિ તથા વાઘ બંનેના સંરક્ષણ તથા સલામતિનું કામ પડકારજનક છે.

તેથી ૯ હજાર કિ.મી. જેટલા વિસ્‍તારમાં ફેલાયેલા આ વાઘ અભયારણને સલામત રાખવા ૪૫૦૦ જેટલા ફોરેસ્‍ટ ગાર્ડ કાર્યરત છે. તેમને મનુષ્‍ય વસતિ તથા ફોરેસ્‍ટમાં વસતા પ્રાણીઓ વચ્‍ચેનો સંઘર્ષ નિવારવા તાલિમ આપવામાં આવી છે. તેમજ માનવી વસતિ પણ આ બાબતે જાગૃત રહે તે માટે છેલ્લા ૩ વર્ષમાં ૪૦૦ જેટલા સ્‍કુલોના ૨૯ હજાર જેટલા વિદ્યાર્થીઓને અભયારણ્‍યનું મહત્‍વ સમજાવતા કેમ્‍પોનું આયોજન કરાયું હતું. તેમજ પ્રાણીઓથી મનુષ્‍યને રક્ષણ આપવા ફોરેસ્‍ટ ગાર્ડસને તાલીમ આપવામાં આવી હતી.

આથી WCT ના પ્રેસિડન્‍ટ ડો.અનિષ અંધેરીઆએ જણાવ્‍યા મુજબ મનુષ્‍યો અને વાઘો વચ્‍ચેના સંઘર્ષો નિવારવા ‘ટાઇગર મેટર્સ' પ્રોજેકટ અમલી બનાવાયો છે. જે અભયારણ્‍ય તથા મનુષ્‍ય વસતિ બંનેના સંરક્ષણ માટે કાર્યરત છે.

USAID ના એનવાયરમેન્‍ટ સિકયુરીટી એન્‍ડ રિસાયલન્‍સ ટીમ લીડર મેરી મેલનિકએ પણ સ્‍વચ્‍છ હવા તથા સ્‍વચ્‍છ પાણી માટે જંગલના રક્ષણનું મહત્‍વ સમજાવ્‍યુ હતું.

આમ ‘ટાઇગર મેટર્સ' પ્રોગ્રામ એ WCT તથા USAID દ્વારા સંયુકતપણે હાથ ધરાયેલો પ્રોજેકટ છે. જેના દ્વારા વાઘ, ચિતા જેવા પ્રાણીઓની વસતિની જાળવણી માટે પ્રયાસ હાથ ધરાયો છે.

મનુષ્‍યો તથા પ્રાણીઓ વચ્‍ચેનો સંઘર્ષ નિવારતી તથા અભયારણ્‍ય માટેની કામગીરી દર્શાવતી ફિલ્‍મ ‘‘ટાઇગર મેટર્સ'' ના મુંબઇમાં લોંચીંગ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વાઇલ્‍ડ લાઇફ હિતરક્ષકો સહિતના લોકો હાજર રહ્યા હતાં. તેમજ સેન્‍ચ્‍યુરી એશિયાના ફાઉન્‍ડર શ્રી બિટુ સહગલ, સુશ્રી કેતકી આંગ્રે(મિરર ઓનલાઇન જર્નાલીસ્‍ટ) તથા ડો. અનિશ અંધેરીઆ વચ્‍ચે ‘‘ઇકોલોજી, ધ બેક રોક ઓફ ઇકોનોમી'' અંગે પેનલ ડીસ્‍કશન પણ કરાયું હતું.

વિશેષ માહિતી માટે સુશ્રી નેહા ખાટોર nkhator@usaid.gov કોન્‍ટેક નં.91 98118 69521,USAID  અથવા WCT  ના રિઝવાન મિઠાવાલા rizwan@wctindia.org કોન્‍ટેક નં.91 89765 96399 નોસંપર્ક સાધવા યુ.એસ. કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇની અખબારી યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)
  • રોજ એક સિગારેટ પીવાથી પણ તમારા હૃદયને ભારે નુકશાન થઈ શકે છેઃ ધુમ્રપાન કરનારાઓ ચેતજો : અભ્યાસ અનુસાર જો કોઈ વ્યકિત દિવસમાં એક જ સિગારેટ પીતી હોય તો પણ તેને ધુમ્રપાન નહીં કરનાર વ્યકિતની તુલનાએ હૃદયરોગ થવાની આશંકા વધી જાય છે access_time 11:37 am IST

  • વડોદરાના ખોખર ગામે ચૂંટણી જીતી ગયેલ સરપંચ પર પથ્થરમારો : હારેલા ઉમેદવારોના ટેકેદારોએ પથ્થરમારો કર્યો : સાવલીના ખોખર ગામની ઘટના access_time 6:04 pm IST

  • તાઈવાનના હુલીયેન શહેરમાં 6.4ની તીવ્રતાનો આવ્યો શક્તીશાળી ભૂકંપ : અનેક બિલ્ડીંગો થયા જમીનદોસ્ત : સેકડો લોકો દબાયા કાટમાળમાં : 2ના મોત : ૧૨૦થી વધુ થયા ગંભીર રીતે ઘાયલ : લોકોમાં મચી અફરાતફરી : તંત્ર દ્વારા પુરજોશમાં રાહતકાર્ય શરૂ કરાયું: access_time 10:38 pm IST