Gujarati News

Gujarati News

News of Thursday, 31st March 2022

હવે એક નહીં બે 'નરેન્દ્રભાઈ' કરશે ભારતીયો માટે અનેક મોરચે વિકાસના કામ : ગુરૂના હુલામણા નામથી જાણીતા નરેન્દ્રભાઈ રાવલ આફ્રિકામાં બિઝનેસ ટાયકુન

મૂળ ગુજરાતી અને શુન્યમાંથી સર્જન કરનારા નરેન્દ્રભાઈ રાવલે દેશના વડાપ્રધાન સાથે મુલાકાત કરીને ભારતીયોના વિકાસ હેતું મોટી ચર્ચા વિચારણા કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક ભારતીયોને એક ઊર્જા અને આવિષ્કાર બાજુ દિશા ચિંધી રહ્યા છે. વિદેશી ઉત્પાદનોના બદલે આત્મનિર્ભરની રાહ દેખાડીને તેમણે અનેક એવા સ્ટાર્ટઅપને વેગ આપ્યો છે. ખાસ કરીને વ્યાપારી ક્ષેત્રે આવેલા પરિવર્તન અને ટેકનોલોજીના સહયોગથી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વિકાસના દ્વાર ખુલ્યા છે. બિઝનેસ ક્ષેત્રે દર વર્ષે ગુજરાતમાંથી કરોડોના કરાર થાય છે.એમાં અનેક નાના  પાયાના ગુજરાતી જ નહીં અનેક ઉદ્યોગ સાહસિકને મોટી તક મળી રહે છે. લોકલથી લઈને ગ્લોબલ સુધીના પ્લેટફોર્મ પર વિકાસના કાર્યમાં અનેક એવા ઉદ્યોગપતિઓનો ફાળો રહ્યો છે.

આવા જ એક બિઝનેસ ટાયકુન, જેનું નામ છે નરેન્દ્રભાઈ રાવલ. જેમણે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ રાવલનો પરિવાર પણ જોડાયો હતો. મૂળ ગુજરાતી અને શુન્યમાંથી સર્જન કરનારા નરેન્દ્રભાઈ રાવલે દેશના વડાપ્રધાન સાથે મુલાકાત કરીને ભારતીયોના વિકાસ હેતું મોટી ચર્ચા વિચારણા કરી હતી. ગુરૂના હુલામણા નામથી જાણીતા નરેન્દ્રભાઈ રાવલ આફ્રિકામાં બિઝનેસ ટાયકુન છે. તેમણે આફ્રિકમાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ભારતીયો અને આફ્રિકન્સ માટે પણ વિકાસકાર્યો કર્યા છે અને હાલમાં પણ સતત સક્રિય છે. માનવામાં આવી રહ્યું છે કે, બિઝનેસ ટાયકુન નરેન્દ્રભાઈ રાવલની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતથી ભારતના આફ્રિકાના સાથે સંબંધો હજુ વધારે મજબુત થશે. મૂળ ગુજરાતના આ બિઝનેસમેને નરેન્દ્રભાઈ મોદી સાથે વિશ્વ ફલક પર ગુજરાતીઓને કેવી રીતે વેગ આપી શકાય અને કેવી રીતે ભારતીયો દરેક ક્ષેત્રે વિકાસ કરી શકે એ પ્લાન પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં બિઝનેસ ટાયકુન નરેન્દ્ર રાવલ ભારતમાં પણ સમયાંતરે અનેક એવા વિકાસ કાર્યોમાં ફાળો આપતા રહ્યા છે. સાથોસાથ આફ્રિકાના વિકાસમાં પણ સહભાગી બની રહ્યા છે.

(7:08 pm IST)