Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

અમેરિકામાં ઇન્‍ડિયન અમેરિકન અગ્રણીઓ દ્વારા ‘‘IMPACT'' પ્રોજેકટનું લોંચીંગઃ સ્‍થાનિક ભારતીયોના મતોનું વર્ચસ્‍વ ધ્‍યાને લઇ કાર્યદક્ષ જણાતા ભારતીયોને નેતૃત્‍વ માટે તૈયાર કરવાનો હેતુઃ પોલિટીકસ, પોલીસી, તથા ગવર્મેન્‍ટ સહિતના ક્ષેત્રોમાં કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા નેતૃત્‍વ લેવા ઇચ્‍છુકોને ટ્રેનીંગ અપાશેઃ ચૂંટણીમાં ઊભા રહેતા ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોને જીતાડવામાં મદદ કરાશેઃ શ્રીરાજ ગોયલે તથા શ્રી દીપક રાજ સહિતની ટીમની કામગીરી શરૂ

અમેરિકામાં નવેં.૨૦૧૭માં યોજાઇ ગયેલી કોંગ્રેસની ચૂંટણીઓમાં ચૂંટાઇ આવેલા ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો તથા સ્‍થાનિક ભારતીયોના મતોનું વર્ચસ્‍વ ધ્‍યાને લઇ નવા લીડરોના નિર્માણ માટે કોમ્‍યુનીટી અગ્રણીઓ રાજકિય ઇનિયન અમેરિકન આગેવાનો તથા ડોનર્સએ સાથે મળી રાષ્‍ટ્રિય કક્ષાએ ‘IMPACT'નું લોચીંગ કર્યુ છે.

IMPAC પ્રોજેકટના લોચીંગ દ્વારા રાષ્‍ટ્રિય કક્ષાએ સ્‍થાનિક ભારતીયોને પોલિટીકસ, પોલીસી તથા ગવર્મેન્‍ટ ક્ષેત્રે નેતૃત્‍વ માટે તૈયાર કરાશે.

આ પ્રોજેકટને સફળ બનાવવા માટે કન્‍સાસ સ્‍ટેટ હાઉસના પૂર્વ મેમ્‍બર શ્રી રાજ ગોયલે, ‘પ્રથમ'USAના ચેરમેન શ્રી દીપક રાજે જણાવ્‍યા મુજબ કાર્યદથી અને દેશભક્‍ત ઇન્‍ડિયન અમેરિકનોને દરેક ક્ષેત્રે ચૂંટણી લડાવી જીતાડવા પ્રયત્‍ન કરાશે.

શ્રીરાજ ગોયલેના ચેરમેન પદ હેઠળના આ નોનપ્રોફિટ પ્રોજેકટ અંતર્ગત કાર્યદક્ષ તથા નેતૃત્‍વ લઇ શકે તેવા ઇન્‍ડિયન અમેરિકન્‍સને ટ્રેનીંગ અપાશે. જેથી તેઓ કોમ્‍યુનીટીના અવાજને તથા પ્રશ્નોને ઉચ્‍ચ કક્ષાએ વાચા આપી શકે ઉપરાંત આપબળે ચુંટણી લડતા ઇન્‍ડિયન અમેરિકનો વિજયી બને તે માટે કોમ્‍યુનીટી દ્વારા તમામ પ્રકારે તાકાત લગાવાશે. તથા તેઓને મદદ કરાશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પાંચ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમાં ચૂંટાઇ આવેલા છે. તથા ૬૦ ઇન્‍ડિયન અમેરિકન્‍સ દેશમાં જુદા જુદા સ્‍થાનો જેવા કે મેયર, લેજીસ્‍લેટર, સીટી કાઉન્‍સીલ મેમ્‍બર, તેમજ જજ જેવી જગ્‍યાઓ ઉપર ચૂંટાઇ આવેલા છે.

IMPAC પ્રોજેકટના  બોર્ડ ઓફ ડીરેકટર્સમાં સુશ્રી પ્રિયા દયાનંદ, શ્રી વિનય થુમ્‍માલાપલી, તથા સુશ્રી મિની તિમ્‍મારાજુ, તથા ફંડ બોર્ડ ઓફ ડીરેકટર્સમાં શ્રી રવિ અખૌરી શ્રી રઘુ દેવગુપ્તાપુ તથા બંને બોર્ડમાં શ્રી વિકાસ રાજ તેમજ શ્રી ગૌતમ રાઘવન, સેવાઓ આવશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)