Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કેનેડાના ઓન્‍ટારીઓની કેબિનેટમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડો કેનેડીઅન મહિલા સુશ્રી હરિન્‍દર માલ્‍હી : કેબિનેટમાં સ્‍થાન મેળવનાર સૌપ્રથમ શીખ કેનેડીયન બન્‍યા : કેનેડાના સૌપ્રથમ પાઘડીધારી શીખ MPશ્રી ગુરબક્ષ સિંઘ માલ્‍હીના પુત્રી ૩૮ વર્ષીય સુશ્રી હરિન્‍દરએ પિતા તથા ભારતનું નામ રોશન કર્યુ

કેનેડા : કેનેડાના ઓન્‍ટારીઓની કેબિનેટમાં ઇન્‍ડો કેનેડીઅન મહિલા ૩૮ વર્ષીય સુશ્રી હરિન્‍દર માલ્‍હીને મિનીસ્‍ટર બનાવાયા છે. તેમને ‘સ્‍ટેટસ ઓફ વીમેન' ડીપાર્ટમેન્‍ટ સોંપતા તેઓ ઓન્‍ટારીઆના સૌપ્રથમ શીખ મિનીસ્‍ટર બન્‍યા છે.

ઓન્‍ટારીઓ એસેમ્‍બલી કે જેના ચૂંટાઇ આવતા પ્રતિનિધિઓને ‘‘મેમ્‍બર્સ ઓફ પ્રોવિઝનલ પાર્લામેન્‍ટ(MPP)'' તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સુશ્રી હરિન્‍દર શીખોની વધુ વસતિ ધરાવતા બ્રામ્‍પટોનમાંથી ચૂંટાઇ આવ્‍યા છે. તેઓ કેનેડાના સૌપ્રથમ પાઘડીધારી શીખ MP ગુરબક્ષ સિંઘ માલ્‍હીના પુત્રી છે. તેમનો મિનીસ્‍ટર તરીકેનો શપથવિધિ ગઇકાલે ૧૮ જાન્‍યુ.૨૦૧૮ ના રોજ યોજાયો હતો. તેમની સાથોસાથ અન્‍ય ઇન્‍ડો કેનિડયન MPP સુશ્રી દિપીકા દામેર્લાનો પણ મિનીસ્‍ટર તરીકે સોગંદવિધિ કરાયો હતો.

(9:13 pm IST)