Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

‘‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭'' : યુ.એસ.ની શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. યમુના ક્રિヘનને એવોર્ડ : ફીઝીકલ સાયન્‍સ કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત

શિકાગો : યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ડો. યમુના ક્રિヘનની પસંદગી ‘ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭' માટે થઇ છે.

ઇન્‍ફોસિસ સોફટવેર મેજરના સાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા કરાયેલી ઘોષણા મુજબ ફીઝીકલ સાયન્‍સ કેટેગરીમાં ૨૦૧૭ની સાલના એવોર્ડ માટે તેની પસંદગી કરવામાં આવી છે.

ન્‍યુરો સાયન્‍ટીસ્‍ટસ, કોમ્‍પ્‍યુટર સાયન્‍ટીસ્‍ટસ સહિત જુદી જુદી ૬ કેટેગરી માટે અપાતા એવોર્ડના વિજેતાઓમાં સમાવેશ થવા માટે ૨૩૬ એન્‍ટ્રી આવી હતી. તમામ ૬ કેટેગરીમાં એવોર્ડ માટે પસંદ થયેલાઓને ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. 

(8:50 pm IST)