News of Thursday, 4th January 2018

‘‘ટોપ ડોકટર ઇન શિકાગો'' : ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીયન સુશ્રી મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો એવોર્ડ : અમદાવાદની NHL મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજના ગ્રેજયુએટ સુશ્રી મોહસિનાની પેશન્‍ટ કેરને ધ્‍યાને લઇ કરાયેલી કદર

શિકાગો : યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ઇન્‍ટરનલ મેડિસીન ફીઝીશીયન મહિલા ડો. મોહસીના લાલીવાલાને ૨૦૧૭ની સાલનો ‘ટોપ ડોકટર ઇન શિકાગો' એવોર્ડ આપી સન્‍માનિત કરાયા છે.

નોર્થશાપર યુનિવર્સિટી હેલ્‍થ સિસ્‍ટમ સાથે જોડાયેલા ડો. મોહસિનાને છેલ્લા આઠ વર્ષથી પેશન્‍ટ કેર સાથે આરોગ્‍ય ક્ષેત્રે વિશિષ્‍ટ  પ્રદાન બદલ ઉપરોકત એવોર્ડ અપાયો છે.

ડો. મોહસીનાએ અમદાવાદની શ્રીમતિ NHL મ્‍યુનિસીપલ મેડીકલ કોલેજમાંથી ગ્રેજયુએટની ડીગ્રી મેળવેલી છે.તથા ઇન્‍ટરશીપ પણ ત્‍યાં જ કરેલી છે. બાદમાં રેસીડન્‍સી પૂર્ણ કરવા તેઓ અમેરિકાની શિકાગોમાં આવેલી  મર્સી હોસ્‍પિટલ એન્‍ડ મેડીકલ સેન્‍ટરમાં જોડાયા હતાં. તેઓ અમેરિકન બોર્ડ ઓફ ઇન્‍ટરનલ મેડિસીન દ્વારા સ્‍વીકૃતિ પામેલા છે. તથા દર્દીઓની સેવા કરવા સતત ઉત્‍સાહિત રહેતા હોવાથી તેમનું બહુમાન કરાયું છે.

(8:50 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST