News of Monday, 1st January 2018

‘‘બી જર્સી સ્‍ટ્રોંગ'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં હેલ્‍થકેર ક્ષેત્રે જાગૃતિ લાવવાની સાથે હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ વિષે જાણકારી આપતી નોનપ્રોફિટ સંસ્‍થાઃ ૩ મહિનાની ટ્રેનીંગ મેળવી પોતાના વિસ્‍તારમાં આરોગ્‍ય સેવાઓ આપતા વોલન્‍ટીઅર્સનું સેનેટર્સ દ્વારા બહુમાન

ન્‍યુજર્સીઃ ‘‘બી જર્સી સ્‍ટ્રોંગ'': ૨૦૧૫ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ શાહ દ્વારા શરૂ કરાયેલ નોનપ્રોફિટ ‘‘બી જર્સી સ્‍ટ્રોંગ'' દ્વારા યુવા સમુહને હેલ્‍થકેર ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા તથા હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ વિષે માહિતગાર કરવા ૩ મહિનાની ટ્રેનીંગ આપવામાં આવે છ. જેમાં જાણકારી મેળવી ૫૦૦ જેટલા યુવાનો આડોશ પડોશ તેમજ પોતાના વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી સેવાઓ આપે છે.

આવી ટ્રેનીંગ  લીધેલા તથા સમાજમાં સેવાઓ આપતા વોલન્‍ટીઅર્સને તાજેતરમાં ૭ ડિસેં.ના રોજ ન્‍યુજર્સી સ્‍ટેટ સેનેટર્સ દ્વારા સન્‍માનિત કરાયા હતા. તથા તેમની કામગીરીની કદર કરવામાં આવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:07 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST