News of Monday, 1st January 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં છેલ્લા ૧૯ વર્ષથી કોમ્‍યુનીટી આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત IHCNJનો ૨૦માં વર્ષમાં પ્રવેશઃ સમયાંતરે ફ્રી હેલ્‍થફેરનું આયોજન કરતી નોનપ્રોફિટ સંસ્‍થા દ્વારા ૬ જાન્‍યુ.૨૦૧૮ના રોજ દુર્ગા મંદિર ખાતે કેન્‍સર સ્‍ક્રિનીંગ ફેરઃ NJCEED તથા દુર્ગામંદિરના સહયોગથી યોજાનારા આ ફ્રી હેલ્‍થફેરમાં મેમોગામ દ્વારા બ્રેસ્‍ટ એકઝામ PAP સ્‍મિઅર,પ્રોસ્‍ટેટ તેમજ કોલો રેકટલ કેન્‍સરનું નિદાન કરી અપાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં કોમ્‍યુનીટીની આરોગ્‍ય સેવા તથા રોગો થતા અટકાવવા વિનામૂલ્‍યે હેલ્‍થફેરના આયોજનો કરતી નોનપ્રોફીટ સંસ્‍થા ‘‘ઇન્‍ડિયન હેલ્‍થકેર ઓફ ન્‍યુજર્સી INENJ''ના ઉપક્રમે ૨૦મા વર્ષની શરૂઆત ૬ જાન્‍યુ ૨૦૧૮ શનિવારના રોજ આયોજીત વિનામલ્‍યે કેન્‍સર સ્‍ક્રિનીંગ ફેરનું આયોજન કરાયું છે. જેનો મહિલાઓ તથા પુરૂષો બંને લાભ લઇ શકશે.

NJCEED તથા દુર્ગા મંદિરના સહયોગ સાથે દુર્ગા મંદિર, ૪૨૪૦ રૂટ, સાઉથ બ્રન્‍સવીક, ન્‍યુજર્સી મુકામે યોજાનારા આ ફ્રી હેલ્‍થફેરમાં કેન્‍સર સ્‍ક્રિનીંગ, અંતર્ગત બ્રેસ્‍ટ એકઝામ,-મેમોગ્રામ દ્વારા, PAP સ્‍મિયર્સ (યોનીમાંથી નીકળતું ચીકણું પ્રવાહી) ટેસ્‍ટ, પ્રોસ્‍ટેટ કેન્‍સર, તથા કોલો રેકટલ કેન્‍સરનું નિદાન કરી અપાશે.

સાઉથ એશિઅન પ્રજાજનોમાં કેન્‍સર નિદાન પ્રત્‍યે ઓછી જાગૃતિ જોવા મળતી હોવાના કારણે તેઓને સમયાંતરે નિદાન કરી આપી માર્ગદર્શન આપવા તથા પ્રાથમિક તબકકે જ સારવાર શરૂ કરાવી દઇ રોગને ડામવા તથા મહામૂલી જીંદગી બચાવવા INCNJ છેલ્લા ૧૯ વર્ષથી કાર્યરત છે. જે અંતર્ગત સમયાંતરે જુદા જુદા રોગોના નિદાન સાથે માર્ગદર્શન આપી રોગો થતા અટકાવવાનો હેતુ છે. આ અંસ્‍થા નોનપ્રોફિટ છે તથા તેને અપાતું ડોનેશન કોડ નં.૫૦૧ (C)(૩) વડે કરમુકત છે.

ફ્રી હેલ્‍થફેરમાં શામેલ થવા માટે IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલને ઇમેલ tpatel434@yahoo.com દ્વારા જાણ કરી શકાશે. અથવા કોન્‍ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા સંપર્ક કરી શકાશે. અથવા શ્રી મહેશ અડવાણીના ઇમેલ advanim@gmail.com  દ્વારા રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે. તેવું ડો.તુષાર બી.પટેલની યાદી જણાવે છે.

(10:06 pm IST)
  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST