News of Saturday, 30th December 2017

ર૦૧૮ની સાલમાં કિવન એલિઝાબેથ બીજા દ્વારા સન્‍માનિત થનારા મહાનુભાવોમાં ભારતીય મુળના શ્રી રણજીત ધીરનો સામવેશ : છેલ્લા ૩પ વર્ષ દરમિયાન આઠ વખત મેજીસ્‍ટ્રેટ કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવી સરકારની સેવા કરવા બદલ એવોર્ડ અપાશે

યુ.કે. સ્‍થિત ભારતીય મુળના મેજીસ્‍ટ્રેટ કાઉન્‍સીલર ૭પ વર્ષીય શ્રી રણજીત ધીરને ર૦૧૮ની સાલમાં કિવન એલિઝાબેથ બીજા દ્વારા સન્‍માનિત થનારા મહાનુભાવોની યાદીમાં સ્‍થાન અપાયું છે.

સ્‍થાનિક ગવર્મેન્‍ટને સેવાઓ આપવા બદલ તેમને એવોર્ડ આપી બહુમાન કરાશે તેવું લંડનથી પ્રસિધ્‍ધ થતા યુ.કે. સરકારના ગેઝેટ દ્વારા સારવાર સૂત્રોને જાણવા મળ્‍યું છે.

૧૯૮રથી સાલમાં સૌ પ્રથમવાર કાઉન્‍સીલર તરીકે ચૂંટાયા બાદના ૩પ વર્ષમાં તેઓ આઠ વખત ચુંટાઇ આવ્‍યા છે. તેથી તેમની સેવાઓની નોંધ લઇ ઉપરોકત નિર્ણય લેવાયો છે.

(9:30 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST