News of Friday, 29th December 2017

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપર અમેરિકામાંથી અભિનંદનનો ધોધ : OFBJP પૂર્વ પ્રેસિડન્ટ શ્રી સુરેશભાઇ જાની, ખ્યાતનામ ન્યુરો સર્જન ડો. વિઠલભાઇ ધડુક, ન્યુયોર્કના સુવિખ્યાત સર્જન ડો. રાજ ભાયાણી સહિત કોમ્યુનીટી અગ્રણીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે અભિનંદન વર્ષા : ભાજપની વિજયની ઉજવણીનો સિલસિલો હજુ પણ ઉત્સાહભેર ચાલુ

ન્યુજર્સી : ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ મેળવી વિજય હાંસલ કરવા બદલ તથા ગુજરાતના મુખ્યમંત્રી પદનું સુકાન બીજી વખત સંભાળવા બદલ શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપર અભિનંદનનો ધોધ વરસાવવાની સાથે અમેરિકામાં ઉજવણીનો દોર સતત ચાલુ છે.

તાજેતરમાં OFBJP પૂર્વ પ્રેસિડન્ટ શ્રી સુરેશભાઇ જાની, ખ્યાતનામ ન્યુરો સર્જન ડો. વિઠલભાઇ ધડુક તેમજ ન્યુયોર્કના સુવિખ્યાત સર્જન ડો. રાજ ભાયાણી સહિતના કોમ્યુનીટી અગ્રણીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શ્રી વિજયભાઇના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજય વધુને વધુ વિકાસ કરતુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેવું જાણવા મળે છે. 

(9:24 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST