News of Friday, 29th December 2017

‘‘જનમ મેટરનીટી સાડી એન્‍ડ બિયોન્‍ડ'' : ગર્ભવતી મહિલાઓ તેમજ યુવતિઓ પણ સરળતાથી પહેરી શકે તેવી તૈયાર સાડી : યુ.એસ.માં ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની તથા એન્‍ટરપ્રિનીયર સુશ્રી પારૂલ દાસએ શરૂ કરેલી પહેલ : તૈયાર સાડી પહેરી મુકતપણે સરળતાથી હરોફરો

ટેકસાસ : યુ.એસ.ના દલાસ ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની તથા એન્‍ટરપ્રિનીયર સુશ્રી પારૂલ દાસએ ગર્ભવતીસ્ત્રીઓ તથા યુવતિઓ માટે ખાસ અનુકુળ રીતે પહેરી શકાય તથા સરળતાથી હરીફરી શકાય તેવી સાડી બનાવી ‘‘જનમ મેટરનીટી સાડી એન્‍ડ બિયોન્‍ડ'' લોંચ કરી છે.

સુશ્રી પારૂલએ બનાવેલી આ સાડીમાં અંદર પટીકોટ પણ આવી જાય છે. તથા સ્‍લીવલેસ બ્‍લાઉસ પણ પહેરી શકાય તેવી રચના કરી છે. જે મુકતપણે હરવા ફરવામાં, શરીરને પૂરતા હવા ઉજાસ મેળવવામાં, ગર્ભવતીસ્ત્રીઓ તથા યુવતિઓને પણ આકર્ષક દેખાવામાં મદદરૂપ થઇ શકે છે તેમ જણાવ્‍યું હતું. એટલું જ નહિં પોતે તેનું નિદર્શન પણ કરી બતાવ્‍યું હતું.જે મહિલાઓને સાડી પહેરતા ન આવડતુ હોય તેઓ પણ આ તૈયાર સાડી પહેરી શકે છે.

(9:15 pm IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST