News of Friday, 29th December 2017

‘‘ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ'' : કોલકતામાં AAPIના ઉપક્રમે ગઇકાલ ર૮ ડિસે.થી ખુલ્‍લી મુકાયેલી સમીટ -૩૧ ડિસેે. સુધી ચાલશે : ભારતના પ્રજાજનોને અસરકારક, યોગ્‍ય તથા ઓછા ખર્ચે આરોગ્‍ય સેવાઓના યોગદાન દ્વારા માતૃભુમિનું ઋણ ચુકવવાનો હેતુ : USમાં સ્‍થાયી થયેલા ભારતીય મુળના ર૦૦ ઉપરાંત નિષ્‍ણાંત તબીબોની ઉપસ્‍થિતિ : ભારતના ઉપરાષ્‍ટ્રપતિ તથા પશ્‍ચિમ બંગાળના ફાઇનાન્‍સ મિનીસ્‍ટર હાજરી આપશે : કોલકતામાં AAPIના ઉપક્રમે શરૂ થનારી ફ્રી હેલ્‍થ કિલનિક ખુલ્‍લી મુકાશે : વિવિધ વિષયો ઉપર સેમિનાર, પેનલ ડીસ્‍કશન, વર્કશોપ, સાયન્‍ટીફીક સેશન, યંગ, ફીઝીશ્‍યન્‍શ તથા વીમેન લીડરશીપ ફોરમ સહિતના આયોજનો

 કોલકતા : એશોશિએશન ઓફ અમેરિકન ફીઝીશીયન્‍શ ઓફ ઈન્‍ડિયન ઓરીજીન (AAPI), તથા મિનીસ્‍ટ્રી ઓફ ઓવરસીઝ ઈન્‍ડિયન અફેર્સ, ઈન્‍ડિયન મિનીસ્‍ટ્રી ઓફ હેલ્‍થ તથા વે‌સ્‍ટ બેંગાલ ગવર્મેન્‍ટના સંયુક્‍ત ઉપક્રમે ગઇકાલ તા. ૨૮ થી ૩૧ ડિસેં. ૨૦૧૭ સુધી કોલકત્તામાં સુવિખ્‍યાત ડબલ્‍યુ મેરીઓટ ખાતે ૧૧ મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટનું આયોજન કરાયું છે. ભારતના પ્રજાજનોને અસરકારક, ઓછા ખર્ચે તેમજ યોગ્‍ય આરોગ્‍ય સારવાર કેવી રીતે આપી શકાય તે અંગેના ઉપાયો સૂચવવા યોજાનારી આ સમીટમાં દેશ વિદેશના ૫૦ ઉપરાંત નામાંકિત વકતાઓ તથા ઉદ્યોગપતિઓ હાજરી આપશે. તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો. ગૌતમ સમદરએ જણાવ્‍યું છે.

આ સમીટમાં યુ.એસ. માંથી ૨૦૦ ઉપરાંત નામાંકિત તબીબો તથા સમગ્ર વિશ્વમાંથી એક હાજર જેટલા પ્રતિનિધિઓ આવેલ છે. તેમજ ભારતના રાષ્‍ટ્રપતિ અને બંગાળના મુખ્‍યમંત્રી હાજરી આપશે. તેમજ ઉદબોધનો કરશે.

આ તકે પશ્‍ચિમ બંગાળમાં AAPI ના ઉપક્રમે શરૂ થનારી સૌપ્રથમ ફ્રી હેલ્‍થ કલિનિક ખુલ્લી મુકાશે જેનો લાભ હજારો દર્દીઓ મેળવી શકશે.

AAPI ના ઈલેકટેડ પ્રેસિડન્‍ટ ડો. નરેશ પટેલે જણાવ્‍યા મુજબ વતન માતૃભૂમિનું ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે વિદેશમાં વસતા નામાંકિત તબીબોની સેવાઓનો લાભ આપવાનો હેતુ છે.

ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ ૨૦૧૭માં વિશ્વ વ્‍યાપ્ત હોસ્‍પિટલોના CEO, ફાર્માસ્‍યુટીકલ, મેડીકલ તથા ટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ હેલ્‍થકેર સવલત વિષે માર્ગદર્શન આપશે. તેમજ નામાંક્‍તિ તબીબો જુદા જુદા દર્દો તથા સારવાર અંગે માર્ગદર્શન આપશે તેમજ વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાશે. વર્કશોપ યોજાશે. રાઉન્‍ડ ટેબલ ચર્ચાઓ થશે. સંશોધનો વિષયક માહિતિ અપાશે. ઉપરાંત પબ્‍લીકલ પ્રાઈવેટ પાર્ટનરશીપ, સહિતના વિષયો અંગે માર્ગદર્શન અપાશે. ગઇકાલ૨૮ ડીસેં. ના રોજ યંગ ફીઝીશીયન્‍શ ફોરમ યોજાયું હતું  તથા આજ તા.૨૯ અને આવતીકાલ તા.૩૦ ડીસેં. ના રોજ સાયન્‍ટીફીક સેશન, જેમત વર્કશોપ, તથા CEO ફોરમ યોજાશે.

આવતીકાલ તા. ૩૦ ડિસેં. ના રોજ વીમેન્‍સ લીડરશીપ ફોરમના આયોજન અંતર્ગત સફળ મહિલા વ્‍યાવસાયિકો તથા તબીબો મહિલાઓને લગતા દર્દો, પ્રસુતિ, હેલ્‍થકેર વિષયક જાગૃતિ સહિત માર્ગદર્શન આપશે

૩૧ ડિસેં.ના રોજ સ્‍પેશ્‍યાલીટી વર્કશોપ યોજાશે.

સમીટમાં અમેરિકન યુનિવર્સિટી ઓફ એન્‍ટીગુઆ (AUA)કોલેજ ઓફ મેડિસીન ટ્રેનીંગ સેન્‍ટર દ્વારા ફર્સ્‍ટ રિસ્‍પોન્‍ડર્સ, ફર્સ્‍ટ એઈડ, CPR કોર્સ, ફાયર ફાઈટર્સ, પોલીસ ડીપાર્ટમેન્‍ટ, સહિતનાઓને પાયાની જરૂરી ટ્રેનીંગ અપાશે. જેમાં AUA પ્રેસિડન્‍ટ તથા કો.ફાઉન્‍ડર નિલ સાઈમન હાજર રહી પેનલ ડીસ્‍કશનમાં ભાગ લેશે.

પેનલ ડીસ્‍કશન દ્વારા તૈયાર થનાર વ્‍હાઈટ પેપર ભલામણ સાથે અમલ કરવા સ્‍થાનિક તથા કેન્‍દ્ર સરકારને અપાશે.

સાયન્‍ટીફીક એડવાઈઝરી બોર્ડ તથા ઈન્‍ટરનેશનલ સાયન્‍ટીફીક કમિટી મેમ્‍બર્સ કે જેમાં કાર્ડિયોલોજી, ડાયાબિટીસ, ઓન્‍કોલોજી, સર્જરી, મેન્‍ટલ હેલ્‍થ, મેટરનલ એન્‍ડ ચાઈલ્‍ડ હેલ્‍થિએલર્જી, ઈમ્‍યુનોલોજી એન્‍ડ લન્‍ગ હેલ્‍થ, હેલ્‍થ ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી, સહિતનાઓનો સમાવેશ થાય છે. તેઓના જ્ઞાન તથા અનુભવોનો લાભ મળશે.

અમેરિકાના મેડીકલ ક્ષેત્રમાં ભારતીય મૂળના ડોકટરોના પ્રદાન અંગે માહિતિ આપવાની સાથે ભારતના લોકોને કઈ રીતે અસરકારક, યોગ્‍ય, તથા ઓછા ખર્ચે સારવાર મળી શકે તેવા હેતુ સાથે યોજાનારી આ સમીટમા ઈન્‍ડિયન મેડિકલ એશોશિએશનનો પણ સહયોગ મળશે. તેમજ વિશ્વ વિખ્‍યાત તબીબોના માર્ગદર્શનનો લાભ પણ મળશે.

ભારતમાં યોજાયેલી ગ્‍લોબલ હેલ્‍થ સમીટ પહેલા દુબઈમાં હયાત રેસીડન્‍સી ખાતે ૨૪ થી ૨૮ ડીસેં. ૨૦૧૭ દરમિયાન પ્રિ-સમીટ યોજાઇ હતી તથા ભારતની સમીટ સંપન્ન થયા બાદ ભૂતાનમાં ૧ થી ૪ જાન્‍યુ. ૨૦૧૮ દરમિયાન પોસ્‍ટ GHT ટુરનું આયોજન કરાયું છે.

ભારતમાં યોજાયેલી સમીટમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોના પણ આયોજનો કરાયા છે. સમીટના વિવિધ પાસાઓ વિષે AAPI પ્રેસિડન્‍ટ ડો. ગૌતમ સમદર, ઈલેકટેડ પ્રેસિડન્‍ટ ડો. નરેશ પટેલ, AAPI BOT ચેર ડો. અશોક જૈન, વાઈસ પ્રેસિડન્‍ટ ડો. સુરેશ રેડ્ડી,  સેક્રેટરી ડો. સુધાકર જોનાલાગટ્ટા, ટ્રેઝરર ડો. અનુપમા ગોટીમુકુલા, ઈમીજીએટ પાસ્‍ટ પ્રેસિડન્‍ટ ડો. અજય લોધા સહિતનાઓએ માહિતિ આપી હતી. તેવું AAPI મિડીયા કો. ઓર્ડીનેટર શ્રી અજય ઘોષ (૨૦૩)૫૮૩-૬૭૫૦ ની યાદી જણાવે છે.

(9:01 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST