Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

અમેરિકાના શિકાગોમાં ભારતના ૨૧ વર્ષીય યુવાનની હત્યાઃ ગેસ સ્ટેશન ચલાવતા ગુજરાતના નડીયાદના વતની અરશદ ઈશાક વોરા ઉપર લૂંટના ઈરાદે ગોળીબાર કરી ૨ શખ્સો નાસી છૂટતા કરૂણ મોત

શિકાગોઃ અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે. જે મુજબ શિકાગોના હારવીમાં ગેસ સ્ટેશન ચલાવતા ગુજરાતના નડીયાદના વતની ૨૧ વર્ષીય અરશદ ઈશાક વોરા નામક યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની સાથે અન્ય એક ભારતીય યુવાનને પણ ગોળી વાગતા ઈજા પહોંચી છે. બે અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે ગોળીબાર કરી પલાયન થઈ જતા પોલીસ તપાસ ચાલુ છે તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:14 pm IST)