Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

યુ.એસ.માં વસતા ભારતીય સિનીયરોએ તહેવારો ઉજવ્‍યાઃ ઇન્‍ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ૧૩ જાન્‍યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વ, પ્રજાસત્તાક દિન તથા બર્થ ડેની ઉજવણી કરાઇઃ ૨૧૦ જેટલા સિનીયર્સ જોડાયા

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 13 જાન્યુઆરી ,2018 ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3 વાગે મળી હતી.જેમાં આશરે 210 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના કો-ઓર્ડીનેટર શ્રી નારણભાઈ મોદી,જોઈન્ટ કો-ઓર્ડીનેટર હેમા શાસ્ત્રી,મયુર દેસાઈ, જનકબાળા શાહ અને પન્ના શાહ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને બધા ભાઈ-બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. તે પછી શ્રી સીવી દેસાઈએ ડીસેમ્બર માસનો તથા આખા વર્ષનો વિગતવાર હિસાબ ડોનરના નામ સાથે રજુ કર્યો હતો.

માસના મકરસંક્રાંતિ પર્વ વિષે ડૉ. અનંતભાઈ રાવલ બહુ સુંદર બોલ્યા હતાતેમણે જણાવ્યું કે હિન્દૂ તહેવારોમાં મકર સંક્રાંતિનું મહત્વ ઘણું છે. ખગોળની રીતે સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાન્તિનો પ્રારંભ થાય છે. આપણે માનીએ છીએ કે સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી ઉત્તરાયણ શરૂ થાય છે, પરંતુ વાત થોડી ખોટી છે. ઉત્તરાયણ એટલે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં જવાનું શરૂ કરે છે. દિવસ હંમેશ માટે 21/22 ડિસેમ્બર હોય છે. આથી દિવસને ઉત્તરાયણનો દિવસ છે, પરંતુ સૂર્ય મકર રાશિમાં જાન્યુઆરીની 14 તારીખે આવતો હોય છે. આથી આપણે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ કે મકરસંક્રાતિ ગણીએ છીએ. સૂર્ય ચોક્કસ તારીખે મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે આપણે હાલ ઘણા વર્ષોથી 14 જાન્યુઆરી માનીએ છીએ. પણ ખોટું છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કરવાનો દિવસ એટલે કે તારીખ દર 75 થી 80 વર્ષે બદલાઈ જાય છે. સ્વામી વિવેકાનંદનો જન્મ મકર સંક્રાંતિ ના દિવસે તારીખ 12 જાન્યુઆરી 1863 માં થયેલો. પછી લગભગ 75 થી 80 વર્ષે 13 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવતી પછી હમણાં સુધી 14 જાન્યુઆરીએ આવે છે. હવે પાંચ - વર્ષ પછી જાન્યુઆરીની 15 તારીખે મકર સંક્રાંતિ આવશે. મકર સંક્રાંતિથી ઋતુ બદલાતી હોવાથી લોકો તલ,ચીકી, ગોળ, વગેરે વસ્તુઓનો ઉપયોગ ખાનપાનમાં કરે છે. પતંગનો ઉત્સવ થાય છે. હવે તો સમગ્ર વષ્વમાં જુદી જુદી રીતે પતંગ ઉત્સવ થાય છે

   ધાર્મિક રીતે પણ શૌર્ય ના રાશિ પરિવર્તનના દિવસે લોકો ડેન, ધર્મ,કે તીર્થ , સ્નાન વગેરે કરે છે. સૂર્ય પૂજા પણ કરે છે. મંત્ર સાધના કે મંત્ર જપ ના અનુષ્ટાન માટે પણ દિવસનું બહુ મહત્વ છે. મકરસંક્રાંતિ પર્વ દરમિયાન લોકોના દુ; દુર થાય છે અને આત્મા પવિત્ર બને છે

 શ્રી બિપિન શાહે રાષ્ટ્રીય પર્વ 26 મી જાન્યુઆરી  વિષે વિસ્તારથી પ્રવચન આપ્યું હતું.તેમણે જણાવ્યું કે ભારતનું  બંધારણ જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું. દિવસે ભારતના રાષ્ટ્પતિ કાર્યક્રમની જગ્યા પર તેમની ખાસ બગીમાં આવે છે ત્યારે તેમને સલામી આપવામાં આવે છે અને લશ્કરની ત્રણેય શાખાઓના જવાનોની બેન્ડ દ્વારા જન મન ગન નું રાષ્ટ્ર ગીત ગવાય છે. વખતે બીજા દેશના વડાને મુખ્ય મહામાન તરીકે આમંત્રણ આપવામાં આવે છે

રાષ્ટ્પતિને 21 તોપોની સલામી અપાય છે. જળ, સ્થળ અને વાયુ ની ટુકડીઓ માર્ચ કરે છે અને રાષ્ટ્રપતિને સલામી આપે છે. એર ફોર્સના લડાયક વિમાનો  અને હેલીકૉપત્રોનું આકાશમાં ઉડ્ડન થાય છે. રીતે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ભવ્યતાથી ઉજવાય છે.

પછી નવું વર્ષ બધા સિનિયર ભાઈ બહેનોને ફળદાયી અને સુખદાયી બને  તે માટે શ્રી રોહિતભાઈ જોશીએ શુભ આશિષ આપ્યા હતા

તે પછી 2018 ના વર્ષમાં જોડાયેલા નવા સભ્યોની ઓળખાણ વિધિ શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવી હતી  અને તે પછી તેમનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. પછી 'જાણવા જેવું' હેડ નીચે શ્રી હીરાભાઈ પટેલે 'વિવેકાનંદ જયંતી' વિષે પોતાના અનુભવની કેટલીક સુંદર વાતો તેમની આગવી પદ્ધતિથી જણાવી હતી.

તે પછી શ્રી સંદીપ શેઠ અને શ્રી ભુપેન્દ્ર સુથારે જાન્યુઆરી માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રી રસિકભાઈ શાહ ના હસ્તે બર્થ ડે કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. અને બધાનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

મહિનામાં 26 મી જાન્યુઆરી આવતી હોવાથી તેની ઉજવણી કરવામાં આવી હતી. સીનીયર ભાઈ બહેનો હાથમાં ત્રિરંગો ધ્વજ લઈને માર્ચ પાસ્ટ કરતા કરતા હોલની મધ્યમાં આવીને ધ્વજને સલામી આપી 'જન ગણ મન' બધાએ ઉભા થઈને ગાયું હતું અને પછી 'ભારત માતાકી જય'ની ગર્જના બધાએ સાથે  કરી હતી. ભુપેન્દ્ર સુથારે રાષ્ટ્ર પ્રેમને લગતું રાષ્ટગીત બધાની સાથે ગાયું હતું. શ્રીમતી ભાનુમતી મહેતાએ નવા વર્ષમાં બધા સિનિયર ભાઈ  બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગાની કેટલીક ગળાની કસરતો કરાવી હતી જે બધાએ ભાનુબેનની સાથે કરી હતી. બધા સિનિયર ભાઈ બહેનો યોગથી બહુ પ્રભાવિત થયા હતા.      

ઈન્ડિયન સિનિયર ઓફ શિકાગોની કારોબારી કમિટીના સન 2017 સુધી વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા બજાવીને હવે તે પદ પરથી નિવૃત થતા હોવાથી તેમની સેવાને બિરદાવવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો હતો અને પ્રેસિડન્ટ તથા કારોબારીના બધા સભ્યોએ સાલ ઓઢાડી અને  પુષ્પ ગુચ્છથી સન્માન કર્યું હતુંહવે પછી તેઓને એડવાઈઝર તરીકે સેવા આપવા  કારોબારી કમિટીએ વપ્રસ્તાવ મુક્યો છે.  

       અંતમાં શ્લોકનું ગાન કરીને બધા ભાઈ-બહેનોએ સ્વાદિષ્ટ ભોજન લઈને વિદાય લીધી હતી .   તેવું ISC પ્રેસિડન્‍ટ શ્રી નરસિંહભાઇ પટલના અહેવાલ દ્વારા શ્રી ચિતરંજન દેસાઇની યાદી જણાવે છે.   

(9:26 pm IST)