Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

‘‘યુ.એસ.ઇન્‍ડિયા પોલિટીકલ એકશન કમિટી (USINPAC)''ના પ્રયત્‍નને સફળતાઃ અમેરિકામાં વસતા ૩.૨ મિલીયન ભારતીયોના પ્રશ્નોને વાચા આપતી USINPACએ H-1B વીઝાની મુદતમાં વધારો કરવાનું ચાલુ રાખવા કરેલી રજુઆત ફળી

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં વસતા ૩.૨ મિલીયન જેટલા ઇન્‍ડિયન અમેરિકન નાગરિકોના પ્રશ્નોને વાચા આપતી ‘‘યુ.એસ.ઇન્‍ડિયા પોલિટીકલ એકશન કમિટી (USINPAC)'' દ્વારા ટ્રમ્‍પ વહીવટી તંત્ર દ્વારા H-1B વીઝાની મુદતમાં વધારો નહીં કરવા તથા હાયર અમેરિકન, બાય અમેરિકન'' સૂત્ર અમલમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયના વિરોધમાં USINPACના સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, તથા શ્રી કેવિન યોડર (કોંગ્રેશ્‍નલ કોકસઓન ઇન્‍ડિયા)એ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને પત્ર લખી આ નિર્ણયમાં ફેરફાર કરવા જણાવ્‍યું હતું. તથા H-1B વીઝા ધારકોનો અમેરિકાના ગ્રોથમાં ખૂબ જ ફાળો હોવાની રજુઆત કરી હતી.

તેમના આ પત્રના જવાબમાં હોમલેન્‍ડ સ્‍કિયુરીટીએ જણાવ્‍યું હતું કે H-1B વીઝાની મુદત લંબાવવાના નિર્ણયમાં ફેરફાર કરાયો નથી. તેથી આ મુદત લંબાવવા માટે નોકરીમાં માટે રાખનાર માલિકો તેમના કર્મચારીઓ રજુઆત કરી શકશે. તથા ૬ વર્ષની મુદત પુરી થયા પછી પણ વીઝાની મુદત લંબાવી શકાશે. તેથી H-1B વીઝા ધારકોએ અમેરિકા છોડવાની નોબત નહી આવે USINPACના શ્રી સંજય પુરીએ પણ આ માટે H-1B વીઝા ધારકોના અમેરિકાના વિકાસમાં યોગદાનની નોંધ લેવા રજુઆત કરી હતી.

ઉપરોક્‍ત બાબતે વિશેષ માહિતિ માટે www.usinpac.com દ્વારા સંપક૪ સાધવા જણાવાયું છે.ᅠ

(9:25 pm IST)