Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી પવિતર સિંઘનું પાઇલોટ બનવાનું સ્‍વપ્‍ન સાકાર થયું: ફ્રી મેડીકલ એર ટ્રાન્‍સપોર્ટસ માટે કાર્યરત નોનપ્રોફિટ'' વિંગ્‍સ ઓફ હોપ''ની રેફરલ ટિકિટે પ્‍લેનની ભેટ અપાવી

ઓહિયોઃ યુ.એસ.માં ઓહિયો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસમેન ૪૨ વર્ષીય પવિતર સિંઘનું પાઇલોટ બનવાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે આ માટે તેણે લીધેલી નોનપ્રોફિટ ‘‘વિંગ્‍સ ઓફ હોપ''ની ચેરીટી માટેની રેઇલ ટિકિટએ તેને પ્‍લેનની ભેટ અપાવી છે.

ફ્રી મેડીકલ એર ટ્રાન્‍સપોટર્એશનસ તથા આરોગ્‍ય સેવાઓ માટે વિકસતા દેશોમાં સેવાઓ આપતી વિંગ્‍સ ઓફ હોપ દ્વારા ૨૦૧૭માં બહાર પાડવામાં આવેલી ૨૫૦ ડોલરની રકમની ટિકિટ શ્રી સિંઘે લીધી હતી. જેમાં આવેલી ૬ ટિકિટો પૈકીની એકએ તેનું નસીબ ચમકાવી દીધુ હતું. આ ટિકિટોના વેચાણથી નોનપ્રોફિટ વિંગ્‍સ ઓફ હોપને ૧ લાખ ૭૦ હજાર ડોલરની આવક થઇ હતી. તેથી ૨૨૫૦૦ ડોલરની કિંમતનું પ્‍લેન શ્રી સિંઘને ભેટ અપાયું હતું. 

(9:23 pm IST)