Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બાંગલાદેશ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : હવે પતિની તમામ સંપત્તિ ઉપર હિન્દૂ વિધવાનો અધિકાર : અત્યાર સુધી માત્ર નિવાસ સ્થાન ઉપર જ અધિકાર મળતો હતો

ઢાકા : બાંગલાદેશની હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.જે મુજબ  હવે પતિની તમામ સંપત્તિ ઉપર  હિન્દૂ વિધવાનો અધિકાર ગણાશે . અત્યાર સુધી માત્ર પતિના નિવાસ સ્થાન ઉપર જ અધિકાર મળતો હતો.તેમાં ફેરફાર કરી પતિની તમામ સંપત્તિ ઉપર હિન્દૂ વિધવાને હક્ક મળશે.

ન્યાયમૂર્તિ મીફતાહ ઉદીન ચૌધરીએ નીચલી કોર્ટનો 2004 ની સાલનો ઉપરોક્ત  ચુકાદો માન્ય રાખતું જજમેન્ટ આપતા હિન્દૂ વિધવાઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.આથી બાંગલાદેશના હિન્દૂ ,બૌદ્ધ ,ઈસાઈ પરિષદના મહા સચિવ શ્રી રાણા દાસ ગુપ્તાએ હાઇકોર્ટના ઉપરોક્ત ચુકાદાને વધાવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)