Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રોટરી ક્લબ ઓફ પ્લેન્સબરો નોર્થ એન્ડ સાઉથ બ્રન્સવિકના ઉપક્રમે ચેંજિંગ ઓફ ગાર્ડ્સની ઉજવણી : 2022 -2023 વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી : નિવૃત થઇ રહેલા પ્રેસિડન્ટે ગયા વર્ષ દરમિયાન હાથ ધરેલા પ્રોજેક્ટ્સ વિષે માહિતી આપી : આ વર્ષે 20મી ચાર્ટર એનિવર્સરીની ઉજવણી

નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી : રોટરી ક્લબ ઓફ પ્લેન્સબરો નોર્થ એન્ડ સાઉથ બ્રન્સવિકના ઉપક્રમે ચેંજિંગ ઓફ ગાર્ડ્સની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ક્લબના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્લિસ વક્કલગડ્ડાએ ગયા વર્ષ દરમિયાન હાથ ધરેલા વિવિધ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ વિષે માહિતી આપી હતી.જેમાં તેઓને સુખરાની કંકણાલના માર્ગદર્શન તથા સહયોગ મળ્યા હતા.

ચેંજિંગ ઓફ ગાર્ડ્સ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર જોન શોકલી, પાસ્ટ ડીજી ડો. તુલસી મહારાજ અને કલ્પના પટેલ, પ્રમુખ, રોટરી ક્લબ ઓફ રોબિન્સવિલે-હેમિલ્ટન, NJ,એ હાજરી આપી હતી

ડીજી જોન શોકલીએ નવા પ્રેસિડન્ટ વિજય માટે શપથ સમારોહનું સંચાલન કર્યું હતું
ગર્ગ અને તેની ટીમએ વર્ષ 2022-2023 માટે તેમની ટિમ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવા ઉત્સાહ દર્શાવ્યો હતો.તથા પોતાની નિમણુંક માટે ખુશી વ્યક્ત કરી હતી.  

ટીમ 2022-23માં સેક્રેટરી તરીકે સંજીવ દીક્ષિત, ટ્રેઝરર તરીકે સંજય પગીડીમારીનો સમાવેશ થાય છે, પ્રેસિડેન્ટ-ઇલેક્ટ તરીકે વેંકટ જગરલામુડી, ફાઉન્ડેશન ચેર તરીકે ગણેશ મડ્ડા, પીઆર અધ્યક્ષ તરીકે જયદીપ સેન, સભ્યપદ અધ્યક્ષ તરીકે સુરેશ પન્નાલા, સુધરાણી કંકનાલા સેવા પ્રોજેક્ટ અધ્યક્ષ તરીકે, શ્રીનિવાસ ગટ્ટુ ભંડોળ ઊભુ કરવા અધ્યક્ષ તરીકે અને સુનિલ નામ્બિયાર  આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ ચેર તરીકે સેવા આપશે.

રોટરી ક્લબના ચેંજિંગ ઓફ ગાર્ડ્સ સમારોહમાં સારી રીતે હાજરી આપી હતી
રોટરી ઇન્ટરેક્ટ ક્લબના સભ્યો, પરિવારો અને સંભવિત સભ્યોએ હાજરી આપી હતી. તથા ITServe, IBA, SMEC જેવી સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ જોડાયા હતા જેમણે ભાવિ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં પોતાના સહયોગ અંગે ચર્ચા કરી હતી.
 
ક્લબ આ વર્ષે તેની 20મી ચાર્ટર એનિવર્સરી પણ ઉજવી રહી છે, જે અંતર્ગત
છ વરિષ્ઠ સભ્યો, સુરેશ પન્નાલા, સુનીલ નામ્બિયાર, રાજીવ મહેતા, નિશિત મહેતા,
મહાલિંગમ નારાયણ અને દર્શન દોશી, જેમણે સમર્પિત અને જુસ્સાદાર રોટરીયન તરીકે સેવા આપવામાં બાર વર્ષ પૂર્ણ કર્યા તેમની નોંધ લીધી છે.

રોટરી ક્લબ ઓફ પ્લેન્સબોરો નોર્થ એન્ડ સાઉથ બ્રુન્સવિક, NJ ની સ્થાપના
2002 માં, સાઉથ પ્લેન્સબોરોમાં રહેતા સમુદાયના કેટલાક અગ્રણી લોકો કરવામાં આવી હતી. સેન્ટ્રલ ન્યુ જર્સીમાં ક્લબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવા આપવાના હેતુ સાથે ક્લબની શરૂઆત ત્રણ સક્રિય સભ્યો સાથે થઈ હતી અને તે ઝડપથી  વધી ગઈ હતી. જેમાં રાજ્યના વિવિધ ભાગોમાં રહેતા 25 થી વધુ સભ્યો જોડાયા હતા.

તમામ જાતિ, રંગ અને ધર્મના લોકો માટે ક્લબના દ્વાર ખુલ્લા છે. વર્તમાન સભ્યોમાં મોટાભાગના ભારતીય લોકો છે. ક્લબ દ્વારા અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ પ્રોજેક્ટ્સ પ્રાયોજિત કરવામાં આવેલા છે. જે માટે ગર્વ છે.વેશેષ માહિતી
PlainsboroRotary.org દ્વારા મેળવી શકાશે તેવું શ્રી તુષાર પટેલે મોકલેલા હી.આઈ.ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.
 

(1:12 pm IST)