Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમેરિકાના પિઅરલેન્ડમાં ભારતની પ્રાચીનથી અર્વાચીન સંસ્કૃતિનું નિદર્શન કરાવતા વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓની હારમાળા : 5 ઓગસ્ટ 2022ના રોજ ક્લાસીકલ મ્યુઝિક કોમ્પિટિશન : 6 ઓગસ્ટના રોજ ભારતની પ્રાચીન હેરિટેજ જગ્યાઓ વિષે કવીઝ :13 ઓગસ્ટ શનિવારના રોજ ક્લાસિકલ ડાન્સ ,ચેસ ,તથા આર્ટ કોમ્પિટિશનનું આયોજન

પિઅરલેન્ડ : અમેરિકાના પિઅરલેન્ડમાં ભારતની પ્રાચીનથી અર્વાચીન સંસ્કૃતિનું નિદર્શન કરાવતા વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓની હારમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 5 ઓગસ્ટ 2022ના રોજ ક્લાસીકલ મ્યુઝિક કોમ્પિટિશન યોજાશે જે ઝૂમ માધ્યમથી બપોરે 3 કલાકે નિહાળી શકાશે.

6 ઓગસ્ટના રોજ ભારતની પ્રાચીન હેરિટેજ જગ્યાઓ વિષે કવીઝ યોજાશે. જે ઝૂમ માધ્યમથી બપોરે 2 કલાકે નિહાળી શકાશે.

13 ઓગસ્ટ શનિવારના રોજ વ્યક્તિગત ક્લાસિકલ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વ્યક્તિગત ચેસ તથા આર્ટ કોમ્પિટિશન પણ આ દિવસે જ યોજાશે.

ઉપરાંત ફ્રી ફેમિલી ફન , કાહુટ ગેમ્સ પ્રિલિમિનરી તથા ફાઇનલ રાઉન્ડનું આયોજન  કરાયું છે. જેનું પરિણામો તે દિવસે જ જાહેર કરી દેવામાં આવશે.જે ઝૂમ માધ્યમથી નિહાળી શકાશે.તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે.

 

(1:37 pm IST)