Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

યુ.એસ.માં હેરીસ કાઉન્‍ટી સિવીલ ડીસ્‍ટ્રીકટ કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવતા સુશ્રી શેમ્‍પે મુકરજીઃ ડેમોક્રેટ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ઉમેદવારને કોમ્‍યુનીટી વર્કર્સ, સાઉથ એશિઆ બાર એશોશિએશન સહિતનાઓનું સમર્થનઃ પ્રાઇમરી ચૂંટણી ૬ માર્ચના રોજ

ટેકસાસઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી શેમ્‍પે મુકરજીએ હેરિસ કાઉન્‍ટી ટેકસાસના ૨૬૯મા સિવીલ ડીસ્‍ટ્રીકટ કોર્ટના જજ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા સુશ્રી મુકરજીના મંતવ્‍ય મુજબ તેઓ આ કાઉન્‍ટીની સિવિલ કોર્ટમાં ખૂબ મહત્‍વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. તેમજ પોતાની પાસે આવનાર કેસની તમામ પાર્ટીને યોગ્‍ય તથા સમાન ન્‍યાય આપવાના કાયદાનું પાલન કરવાનો હેતુ ધરાવતા હોવાનું જણાવે છે

સુશ્રી મુકરજી હયુસ્‍ટનમાં પોતાનું વતન ધરાવે છે કે જયાં તેમના માતા પિતા ઇમીગ્રન્‍ટસ તરીકે ૧૯૬૦ની સાલથી સ્‍થાયી થયાહતા. તેમણે નોર્થ વેસ્‍ટર્ન યુનિવર્સિટી માંથી બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા યુનિવર્સિટી ઓફ હયુસ્‍ટનની લો સ્‍કૂલમાંથી લોની ડીગ્રી મેળવી છે. તેમજ હયુસ્‍ટન જર્નલ ઓફ હેલ્‍થ લો એન્‍ડ પોલીસીના એડિટર તરીકે સેવાઓ આપેલી છે. તેમને પાંચ ડેમોક્રેટ તથા બે એરીઆના નવા ડેમોક્રેટસ, કોમ્‍યુનીટી વર્કર્સ તથા સાઉથ એશિઆ બાર એશોશિએશનનું સમર્થન છે. પ્રાઇમરી ચૂંટણી ૬ માર્ચના રોજ છે.

 

(11:16 pm IST)