Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

‘‘યુ મુસ્‍લિમ ગો બેક'': યુ.કે.માં શીખ સજ્જન રવનિત સિંઘની પાઘડી ખેંચી વંશીય ટીપ્‍પણી કરી નાસી છુટેલા અંગ્રેજને શોધી રહેલી પોલીસ

લંડનઃ યુ.કે.ના એકમાત્ર પાઘડી ધારી શીખ સાંસદ તનમનજીત સિંઘને મળવા પાર્લામેન્‍ટની બહાર લાઇનમાં ઊભા રહી જોતા એક શીખ સજ્જન રવનિત સિંઘને કડવો અનુભવ થયો હતો. અને તેની પાઘડી ખેંચી ‘મુસ્‍લિમ ગો બેક'તેવી વંશીય ટીપ્‍પણી કરી હતી. રવનિત સિંઘે પોતાની પાઘડી સંભાળી આ હુમલાખોર પ્રત્‍યે ગુસ્‍સો વ્‍યક્‍ત કરતા તે ન સમજાય તેવી ભાષામાં વંશીય ટીપ્‍પણી કરી નાસી ગયો હતો. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)