Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

યુ.એસ.માં લાઇફ વેસ્‍ટ કેમ્‍પસ હેયવર્ડ, કેલિફોર્નિયા મુકામે ૨૪ ફેબ્રુ.શનિવારે કોમ્‍યુનીટી પ્રોગ્રામઃ સંત નિરંકારી મિશન usa દ્વારા ફેસ્‍ટિવલ ઓફ યુનિટી ઉજવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં લાઇફ વેસ્‍ટ કેમ્‍પસ, ૨૫૦૦૧, ઇન્‍ડસ્‍ટ્રીઅલ Blvd, હેયવર્ડ કેલિફોર્નિયા  મુકામે ૨૪ ફેબ્રુ. શનિવારના રોજ કોમ્‍યુનીટી પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

ગુરૂપૂજા દિવસ સમાગમના ઉપક્રમે સવારે ૧૦ વાગ્‍યાથી સાંજે ૮ વાગ્‍યા દરમિયાન યોજાનારા આ પ્રોગ્રામમા સંત નિરંકારી મિશન યુ.એસ.એ. દ્વારા માનવતા અને પરસ્‍પર સંવાદિતાના હેતુ સાથે ફેસ્‍ટીવલ ઓફ યુનિટી ઉજવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:25 pm IST)